ડભોઇ તાલુકાના કરનાળી- પીપળીયા માં રેતીમાફિયા ફરી બેફામ બન્યા: રાત્રિના ઓરસંગ નદીના પટમાં ટ્રક ચાલક બે વ્યક્તિ પર કર્યો જીવલેણ હુમલો;બંને ઈજાગ્રસ્તો ડભોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ; ચાંદોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

કેપિટલ મેસેજ, ન્યુઝ
હુમલો કરી છુંમંતર થયેલા ત્રણેય ઇસમોને શોધી કાઢવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા
ડભોઇ તાલુકા ના ચાંદોદ- કરનાળી પીપળીયા સનોર ફૂલવાડી જેવા વિસ્તારોમાં ઓરસંગના પટમાં સફેદ રેતીના કાળા કારોબાર માટે માફિયાઓ ખાણ ખનીજ વિભાગ,તાલુકા તંત્ર તેમજ સ્થાનિક પોલીસ તંત્રની ઢીલી નીતિ કહો કે પછી છુપા આશીર્વાદ ના પરિણામે ગેરકાયદે રેતી ઉલેચવામાં સક્રિય થવાની સાથે સાથે ફાટી વાગ્યા છે

ચાંદોદ પોલીસે સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર સૂરત ના નાગજીભાઈ ચોસલા અને તેમના મિત્ર જીતુભાઇ પડધીર શનોર ના રહીશ કલ્પેશ ભાઈ રબારી ની લીઝ માં રેતી ભરવા આવેલા પરંતુ અંધારું થતાં રોયલ્ટી નો સમય પુરો થઈ જતાં તેઓ નદી પાસે જ રાત્રીરોકાણ કર્યું હતું સમય જતાં રાત્રી ના સમયે ત્રણ ઈસમો આવી નાગજીભાઈ અને જીતુભાઇ સાથે મારામારી કરી હતી અને હવે પછી અહીં રેતી ભરવા આવશો તો રેતી માં દાટી દઇશું તેવી ધમકી આપીને ત્રણેય ઈસમો એ જીવલેણ મારામારી સાથે બિભત્સ ગાળો પણ ભાડી હતી ઢોર માર થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલાઓને ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર અર્થેે ખસેેેડવામાં આવ્યાછે જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે હુુમલાખોર ત્રણ ઈસમો કરનાળી ના ભૂપિન તડવી , પૃથ્વી તડવી અને પ્રતિક તડવી હોવાનુ બહાર આવ્યું છે કરનાળી ના ઓરસંગપટ મા ચાલતી ચર્ચા મુજબ ભૂપિન તડવી ગેરકાયદે રેત ખનન નો મોટો માફીયા હોય અવાર-નવાર આવી ધાંધલ ધમાલો તેમજ અનેકવાર તંત્રના શકન્જા આવ્યા છતાં પણ કરનાળી ના સંત સમુદાય અને રાજકીય નેતાઓના શરણે થઈ પુનઃ આ ધંંધા સક્રિય થઈ જતો હોવાની વિગતો જાણવા મળી છે ચાંદોદ પોલીસે ત્રણેય ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા ની ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨) , ૧૧૮ (૧) , ૩૧૪ , ૩૫૧(૩) ૨૯૬ બી અને ૧૩૫ મુજબ ગુુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ચાંદોદ ,કરનાળી , પીપળીયા મા રેતી માટી અંધકાર થતાં જ ગેરકાયદે ખોદકામ ચાલુ થઇ જાય છે ત્યારે તલાટી , સરપંચ અને ખાણખનીજ નુ મૌન શંકા ના દાયરામાં આવી જાય છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી,ડભોઈ
