ડભોઈ નગરપાલિકાની સભામાં વિપક્ષનો વોકઆઉટ
ડભોઇ નગરપાલિકા ના વિવાદિત વર્તમાન બોર્ડ ની છેલ્લી સમગ્ર સભા પૂર્ણ થઈ પરંતુ સમગ્ર સભા ગેરકાયદેસર બોલાવી હોવાના આક્ષેપ સાથે વિપક્ષ નો સભામાંથી વોક આઉટ થાય હતા.

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ નગર પાલિકા ના વર્તમાન બોર્ડ ની છેલ્લી સમગ્ર સભા આજરોજ રાખવા માં આવેલ. જેમાં વિપક્ષ દ્વારા આ સભા ગેરકાયદેસર હોઈ વિપક્ષ દ્વારા વોક આઉટ કરવા માં આવેલ. જે બાબતે છેલ્લી સભા હોઈ આ સભા પૂર્ણ થાય એવી શાસક પક્ષ ની લાગણી વચ્ચે વિપક્ષ દ્વારા વોક આઉટ કરવા માં આવેલ. છેલ્લા પાંચ વર્ષ માં આ બોર્ડ દ્વારા કરેલા ઘણા સારા તો ઘણા વિવાદિત કામો માટે આ બોર્ડ ને નગરજનો કાયમ યાદ રાખશે એ નક્કી છે. વર્તમાન બોર્ડ ના સમય માં નગરજનો ને નવું દક્ષિણાભિમુખ એવું યમદ્વારી અધ્યતન પાલિકા ભવન પ્રાપ્ત થયેલ છે. સાથે સાથે નગર માં સ્પોર્ટ્સ સંકુલ નું ભવ્ય કહી શકાય તેવું દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલ પણ પ્રાપ્ત થયેલ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે પણ પ્રમુખ બીરેન શાહ ની કામગીરી પણ ખુબ સરસ રહી હતી.પરંતુ આ બોર્ડ ના સમય માં સૌથી વધુ ભ્રષ્ટાચાર ના આક્ષેપ પણ થયેલ છે. વિવાદિત કામો જોઈએ તો નગર પાલિકા ના કામદારો ની ભરતી એ સૌથી વિવાદિત વિષય રહેલ. સાથે સાથે બોર્ડ ના સભ્યો દ્વારા ભરતી થયેલ ઉમેદવારો પાસે થી રૂપિયા ની લેતીદેતી ના વ્યવહારો બાબત ની ઓડિયો ટેપ પણ લીક થઇ હતી. જે મુદ્દો છેક પ્રદેશ કક્ષાએ ગયેલ. વધુ માં ગેરકાયદેસર બાંધકામ અને ઇમ્પેક્ટ ના બાંધકામ ફાઈલો બાબતે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થયેલ હતી. નગર ને ફાળવવા માં આવેલ રૂપિયા 18 કરોડ નો STP પમ્પ જે 2022 માં શરુ થઇ જવાનો હતો તે પણ હજુ સુધી શરુ થઇ શક્યો નથી. ટાઉન હોલ પણ એક યા બીજા કારણોસર છેલ્લા ઘણા સમય થી કામગીરી વગર બંધ જોવા મળેલ છે.

શીતળાઈ સ્મશાન ની બાજુમાં આવેલ કચરા ના ઢગલા અને પારાવાર ગંદકી કેટલાય સમય સુધી પડી રહી. પરંતુ, બાજુ માં બિલ્ડર ની સાઈટ પડતાજ તાત્કાલિક ધોરણે ગંદકી ના ઢગલા હટાવી લીધા નું પણ નગરજનો માં ચર્ચાતું જોવા મળેલ છે. નવિન પાણી ની ટાંકી ના લોકાર્પણ પૂર્વે જ પાણી ની મોટરો બળી જવી જેવા વિવાદિત વિષયો માટે પણ આ બોર્ડ કાયમ યાદ રહેશે. પરંતુ અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે નગર ના સ્મશાનો ની હાલત દયનીય છે અને ચિતા ની સગડીઓ પણ તૂટી ગયેલ હાલત માં છે. હીરા ભાગોળ બહાર આવેલ સ્મશાન બાબતે હાલમાં જ મીડિયા અહેવાલ પ્રસિદ્ધ થતા તાબળતોબ સફાઈ કરવા માં આવેલ. પણ બાકીના વેગા વાડિયા અને અન્ય સ્મશાનો બાબતે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ના આવતા નગરજનો દુઃખી થયાં છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે નગર ના શીતળાઈ સ્મશાન ના રીનોવેશન સહીત ની કામગીરી કરવા માં આવી છે. પરંતુ એ ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા અંગત રસ લઈને એલ એન્ડ ટી કંપની ના સહયોગ થી બનાવવા માં આવેલ છે. એટલે કે નગર પાલિકા દ્વારા કોઈ ગ્રાન્ટ ફાળવણી થયેલ નથી. એકંદરે નગર ની મુખ્ય સમસ્યા એટલે કે ઘેર ઘેર પાણી અને ડ્રેનેજ જેવી સમસ્યાઓ યથાવત રહેવા પામી હોવાનું નગરજનો માની રહ્યા છે.આ સાથે સમગ્ર સભા પૂર્ણ થયા બાદ તમામ સભાસદો એ હસતા મોઢે ગ્રુપ ફોટો પડાવ્યો હતો.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી
