Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ૨૧ ઑગસ્ટ – ‘વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ’ : “Job Seeker નહીં, પણ Job Creator”
ગુજરાત

૨૧ ઑગસ્ટ – ‘વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ’ : “Job Seeker નહીં, પણ Job Creator”

Rajeshkumar Jadav
Last updated: September 18, 2026 7:17 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

૨૧ ઑગસ્ટ – ‘વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ’ : “Job Seeker નહીં, પણ Job Creator” 

 

કેપિટલ મેસેજ 

Capital message

વિદ્યાર્થીઓમાં ખાસ કરીને “Think Big – Innovate – Create – Lead” નો દ્રષ્ટિકોણ કેળવાય તે માટે શાળા સ્તરે આયોજિત કરી શકાય તેવી રસપ્રદ, પ્રેરણાદાયી અને વ્યવહારુ પ્રવૃત્તિઓ :

More Read

ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.
NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી

૧. નવાચાર માટે પ્રેરણા આપવી

વિદ્યાર્થીઓ પોતાની નવીન વ્યવસાયિક સજ્જતા માટે સજ્જ બને.

૨ થી ૩ મિનિટના સુઝાવ રજુ કરે

More Read

સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ
ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું
પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન

“કચરામાંથી કંચન” બનાવતા શીખે.

નકામી કે જૂની વસ્તુઓમાંથી ઉપયોગી પ્રોડક્ટ બનાવી તેનું બજાર મૂલ્ય નક્કી કરતાં શીખે.

“સોશિયલ ઇનોવેશન ચેલેન્જ” ને પડકારે

સ્થાનિક કે સામાજિક સમસ્યાઓ જેવી કે ટ્રાફિક, પર્યાવરણ, શિક્ષણ કે પાણીની બચતનો હલ ઉકેલી શકાય તેવા સ્ટાર્ટઅપ વિચારો રજૂ કરતાં થાય.

૨. સફળતાની સાચી પ્રેરણા અને નાની સલાહ :

સ્થાનિક ઉદ્યોગસાહસિકો સાથે સંવાદ ગોષ્ટીનું આયોજન થાય.

More Read

હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ
જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો
અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ
ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

સ્થાનિક વેપારી, સફળ સ્ટાર્ટઅપ, ફાઉન્ડર કે ભૂતપૂર્વ વિદ્યાર્થીને આમંત્રિત કરી તેમનો સંઘર્ષ અને સફળતાની ગાથા શાળમાં વિદ્યાર્થીઓ સમકક્ષ રજુ થાય.

વિશ્વ અને ભારતના અગ્રણી ઉદ્યોગસાહસિકો (જેમ કે ધીરુભાઈ અંબાણી, રતન ટાટા, નારાયણ મૂર્તિ વિગેરે ) ના જીવનકવન અને સફળતાની સફર પર વિદ્યાર્થીઓ દ્વારા ઓડિયો-વિઝ્યુઅલ કે સુંદર વક્તવ્ય શ્રેણીનું આયોજન થાય.

૩. પ્રાયોગિક અને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ :

“વન ડે સ્ટુડન્ટ માર્કેટ” નું આયોજન થાય.

વિદ્યાર્થીઓ નાની મૂડી રોકીને હસ્તકળા, પુસ્તકો, સ્ટેશનરી કે ઓર્ગેનિક ફૂડના સ્ટોલ લગાવે.

વિદ્યાર્થીઓ ખરીદ-વેચાણ, નફો-નુકસાન અને ગ્રાહક સંવાદ પ્રેક્ટિકલી શીખી શકે.

વિદ્યાર્થીઓને અમુક બજેટ આપીને કોઈપણ સર્જનાત્મક સેવા કે નાની પ્રોડક્ટ દ્વારા મહત્તમ નફો મેળવવાની સ્પર્ધાનું આયોજન થાય.

વર્ગખંડમાં વ્યવસાયિક નિર્ણયો, બજેટ મેનેજમેન્ટ અને શેરબજાર/રોકાણની સમજ આપતી રમતોનું અયોજન થાય .

૪. સર્જનાત્મક અને અભિવ્યક્તિ સ્પર્ધાઓ :

વિદ્યાર્થીઓ બિઝનેસ લોગો અને સ્લોગન ડિઝાઇનિંગ કરતાં શીખે

વિદ્યાર્થીઓ પોતાની કાલ્પનિક કંપની માટે આકર્ષક લોગો, ટેગલાઇન અને જાહેરાત તૈયાર કરે.

વક્તૃત્વ / ડીબેટ સ્પર્ધાનું આયોજન થાય

વિદ્યાર્થીઓને “નોકરી શોધનાર કરતાં નોકરી આપનાર બનવું શા માટે શ્રેષ્ઠ છે?” ભારપૂર્વક સમજાવવું જોઈએ.

“સ્ટાર્ટઅપ ઇન્ડિયા – વિકસિત ભારતના નિર્માણનો મુખ્ય આધાર.” વિષય પર વ્યાખ્યાન માળનું આયોજન થાય.

કોઈપણ નવીન પ્રોડક્ટ વેચવા માટે વિદ્યાર્થીઓ ૧ મિનિટની લાઈવ જાહેરાત/નાટક ભજવી બતાવે.

૫. પ્રદર્શન અને એક્સપોઝરનું આયોજન :

ઉદ્યોગસાહસિકતા પ્રદર્શન ગોઠવાય.

શાળાના નોટિસ બોર્ડ પર “સફળ સ્ટાર્ટઅપ્સ ઓફ ઇન્ડિયા” અને “યંગ ઇનોવેટર્સ” ની માહિતી પ્રદર્શિત કરવી.

ઉદ્યોગોની મુલાકત ગોઠવાય

નજીકના નાના ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, ઉત્પાદન એકમ કે બેંકની મુલાકાત કરાવી વ્યવસાયિક પ્રક્રિયાઓની માહિતી આપવી.

આમ 21 ઓગસ્ટે ઉજવાતો વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ એ માત્ર નફો કમાવવા કે વ્યવસાય શરૂ કરવા પૂરતો સીમિત નથી; તે વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને પહેલ કરવાની હિંમત કેળવવાનો અવસર છે. સાહસિક એ છે જે આસપાસની મુશ્કેલીઓને ફરિયાદ તરીકે જોવાને બદલે તેને ઉકેલવાની તક તરીકે જુએ છે. પુસ્તકીય જ્ઞાનની સાથે વ્યવહારુ દુનિયામાં ઉપયોગી બને તેવી નવી પદ્ધતિઓ કે પ્રોડક્ટ્સ વિચારવી.

 

તિલક મહેતા: માત્ર 13 વર્ષની ઉંમરે મુંબઈના ડબ્બાવાલાઓની કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને તે જ દિવસે પાર્સલ પહોંચાડવાનું નેટવર્ક શરૂ કર્યું. તેમણે દર્શાવ્યું કે મોટી ઉંમરની રાહ જોયા વગર પણ શાળાના અભ્યાસ સાથે નવો વિચાર અમલમાં મૂકી શકાય છે.

અદ્વૈત ઠાકુર : માત્ર 12 વર્ષની નાની વયે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખીને ડિજિટલ કંપની સ્થાપી. ટેકનોલોજીનો ઉપયોગ ફક્ત મનોરંજન માટે નહીં, પરંતુ ઉપયોગી પ્રોડક્ટ બનાવવા માટે કર્યો.

શાળા સ્તરના વ્યવહારુ સાહસો :

જૂના પુસ્તકો અને યુનિફોર્મનું એક્સચેન્જ પ્લેટફોર્મ બનાવવું.

પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કાગળ કે કાપડની થેલીઓ બનાવી સ્થાનિક દુકાનોમાં આપવી.

વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી શાળાના પ્રદર્શન કે ફેરવેલ કાર્યક્રમોમાં તેનું વેચાણ કરવું.

આમ કોઈપણ મોટો વિચાર શરૂઆતમાં નાનો જ હોય છે. આજના દિવસે પુસ્તકીય જ્ઞાનને વ્યવહારુ ઉકેલોમાં ફેરવીને સમાજ માટે ઉપયોગી બનવાનો સંકલ્પ કરવો એ જ સાહસિકતા દિવસનો સાચો ઉદ્દેશ્ય છે.

સંકલન : ડો. ઝુઝારસંગ એન.સોઢા , આચાર્ય પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઇસ્કુલ , પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ટેક્વેન્ડોમાં રચ્યો ઈતિહાસ
Next Article પાટણને ચેન્નઈ સુપરફાસ્ટ એક્સપ્રેસનું સ્ટોપેજ મળતાં:પાટણવાસીઓને વધુ એક રેલવે સુવિધા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોને શર્મસાર કરતી ઘટના

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘ હિન્દી દિવસ’ની ભવ્ય અને ભાવાત્મક ઉજવણી

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલના શિક્ષક ડૉ. દાનેશ મોદીનું પાટણ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video