Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રોઝુ માયનોર ડિસ્ટ્રી કેનાલ રિપેર કરી તાત્કાલિક ચાલુ કરવાની માંગ
ગુજરાત

રોઝુ માયનોર ડિસ્ટ્રી કેનાલ રિપેર કરી તાત્કાલિક ચાલુ કરવાની માંગ

Rajeshkumar Jadav
Last updated: October 1, 2026 2:04 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રોઝુ માયનોર ડિસ્ટ્રી કેનાલ રિપેર કરી તાત્કાલિક ચાલુ કરવાની માંગ

રોઝુ ગામના ખેડૂતોનું રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતે આવેદનપત્ર : સમયસર કામગીરી નહીં થાય તો અમુદતના ધરણા-પ્રદર્શનની ચીમકી

 

કેપિટલ મેસેજ 

More Read

પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું થશે ઉદ્ઘાટન: હવે કેન્સરની તમામ સારવાર પાટણમાં
સુઈગામ ખાતે ‘ખજૂરભાઈ’ નીતિન જાની સાથે શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ રાધનપુરના અગ્રણીઓની શુભેચ્છા મુલાકાત
રાધનપુરમાં વોર્ડ નંબર-૪ના કડિયાવાસમાં પાયાની સુવિધાઓનો અભાવ
રાધનપુરમાં ફૂડ વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Capital message

રાધનપુર તાલુકાના રોઝુ ગામ સહિત મઢુત્રા અને પીપરાળા વિસ્તારના ખેડૂતોએ રોઝુ માયનોર ડિસ્ટ્રી કેનાલની તાત્કાલિક મરામત કરી સિંચાઈ માટે ચાલુ કરવાની માંગ સાથે તા. 1 ઓક્ટોબરના રોજ રાધનપુર ખાતે કચ્છ બ્રાન્ચ કેનાલ વિભાગની નર્મદા નિગમ કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.

ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રોઝુ ડિસ્ટ્રી કેનાલ શરૂ થયાને લાંબો સમય થયો હોવા છતાં કેનાલના પાણીનો રોઝુ ગામના ખેડૂતોને સિંચાઈ માટે યોગ્ય લાભ મળ્યો નથી. ગત વર્ષે કેનાલ તૂટી જવાથી સિંચાઈ થઈ શકી નહોતી. ચાલુ વર્ષે ચોમાસાના વરસાદી પાણીના કારણે પણ કેનાલને નુકસાન થયું હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું છે.

More Read

પાટણમાં પદ્મશ્રી મહેશ-નરેશ કનોડિયાની પુણ્યતિથિ નિમિત્તે સંગીતમય સ્મરાંજલિ યોજાઈ
ડભોઈ તાલુકાના સેજપુરા ગામે ગટરના ગંદા પાણીથી ગ્રામજનો ત્રાહિમામ
સાવરકુંડલામાં રૂ.૧૦ લાખના ખર્ચે યોજાયેલ ‘સ્વદેશી મેળો’ વિવાદમાં
ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ડભોઇ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયો

ખેડૂતોના જણાવ્યા મુજબ મઢુત્રા KBCથી રોઝુ ગામની સીમ સુધીની કેનાલ અનેક સ્થળોએ તૂટી ગયેલી છે. કેનાલમાંથી માટી અને કાંપ દૂર કરવામાં આવ્યા નથી તેમજ ઝાડ-ઝાંખરા પણ દૂર કરાયા નથી. વધુમાં, અગાઉ થયેલા કામની ગુણવત્તા અંગે પણ ખેડૂતો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જેના કારણે કેનાલમાં ફરીથી અનેક સ્થળોએ નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખેડૂતોએ શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે કેનાલની તાત્કાલિક સફાઈ કરી તૂટેલા ભાગોની મરામત કરાવી વહેલી તકે કેનાલ શરૂ કરવાની માંગ કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી કેનાલ બંધ હોવાના કારણે ખેડૂતોને સિંચાઈની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સમયસર કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી

રોઝુ, મઢુત્રા અને પીપરાળા ગામના ખેડૂતોના હિતમાં ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાધનપુર ખાતે નર્મદા નિગમની કચેરી સામે અમુદતના ધરણા-પ્રદર્શન સહિત ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે આવેદનપત્રની નકલ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગરના ડાયરેક્ટરને પણ મોકલવામાં આવી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ

More Read

રાધનપુરના ગણેશ પેટ્રોલિયમના ડીઝલની ગુણવત્તા સામે સવાલો, ગ્રાહકની રજૂઆત બાદ તપાસની ચર્ચા
ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ‘થનગનાટ 4.0’ની ભવ્ય ઉજવણી, ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાયા બાળગરબૈયાઓ
ઘરેથી તૈયાર થતાં કેડિયા અને ચણિયા-ચોળીને સ્વદેશી મેળામાં મળી નવી ઓળખ
સ્વદેશી અપનાવો, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપો: ડભોઇમાં મેળાનું ઉદ્ઘાટન!
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇમાં ઠેર-ઠેર ગંદકી જોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ
Next Article કપાસ પકવતા ખેડૂતોને સત્વરે ‘કપાસ કિસાન’ એપ પર નોંધણી કરાવવા રાજ્ય સરકારની અપીલ…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

એ.સી.બી.સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

મીડિયાના અહેવાલનો ધારદાર પડઘો ડભોઈ-વેગા માર્ગ પર ‘સફેદ પટ્ટા’ દોરવાનું ભૂલેલું તંત્ર માત્ર ૧૦૦ કલાકમાં દોડતું થયું

ગુજરાત

પાટણની પદ્મનાથ સોસાયટીના શિવ બંગ્લોઝમાં લોકડાયરાનું આયોજન

ગુજરાત

ડભોઇના 14 ગામના ખેડૂતોનો પાવરગ્રીડ કંપની સામે મોરચો

ગુજરાત

રાધનપુરમાં ભેળ-પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની આશંકા, બંધવડ ગામના 12 લોકોને અસર

Politics ગુજરાત

રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video