મડભોઇ થી વડોદરા–સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ૩ ઓવરબ્રિજની ધીમી કામગીરીથી વાહનચાલકો ત્રાહિમામ કલાકો સુધી ટ્રાફિકજામની સમસ્યા, કામ ઝડપથી પૂર્ણ કરવા લોકમાગ

કેપિટલ મેસેજ
Capital message
ડભોઈ વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જાણીતા યાત્રાધામોને જોડતા વડોદરા-ડભોઈ મુખ્ય માર્ગ પર ચાલી રહેલા ત્રણ મહત્વના ઓવરબ્રિજની ધીમી કામગીરીને પગલે વાહનચાલકો અને સ્થાનિક મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે રોડ પર અવારનવાર સર્જાતા લાંબા ટ્રાફિકજામને કારણે માત્ર ૩૦ મિનિટનો રસ્તો કાપવામાં દોઢથી બે કલાક જેટલો સમય વેડફાઈ રહ્યો છે કયા ૩ સ્થળોએ ચાલી રહી છે કામગીરી

વડોદરાથી ડભોઈ તરફ જતા માર્ગ પર નીચે મુજબના સ્થળોએ ઓવરબ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું છે ભીલીપુર પાસે ઢાઢર નદીનો ઓવરબ્રિજ: ડભોઈ તાલુકાનાભીલીપુર નજીક ઢાઢર નદી પર નવો ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પલાસવાળા રેલવે ફાટક ઓવરબ્રિજ રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા નિર્માણ પામી રહેલો ઓવરબ્રિજ રતનપુર ઓવરબ્રિજ રતનપુર ગામ પાસે વાહનવ્યવહારને સરળ બનાવવા માટે હાથ ધરાયેલું બ્રિજનું કામ ટ્રાફિકજામથી લોકો મુશ્કેલીમાં આ ત્રણેય સ્થળોએ એકસાથે બ્રિજનું કામ ચાલતું હોવાથી રોડ સાંકડો થઈ ગયો છે અને ડાયવર્ઝન પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે ગત રાત્રે પણ આ માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે લોકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. સામાન્ય દિવસોમાં વડોદરાથી ડભોઈ પહોંચવામાં અડધો કલાક થાય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં દોઢ કલાક કે તેથી વધુ સમય લાગી રહ્યો છે પ્રવાસન અને યાત્રાધામોનો મુખ્ય માર્ગ આ રોડ માત્ર સ્થાનિક અવરજવર માટે જ નહીં, પરંતુ રાજ્યના અતિ મહત્વના સ્થળોને જોડતો મુખ્ય ધોરીમાર્ગ છે:
સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા/એકતા નગર)

યાત્રાધામ કરનાળી, ચાંદોદ અને પોઈચા સ્વામિનારાયણ મંદિર રાજપીપળા અને વઢવાણા પક્ષી અભયારણ્ય તરફ જતો માર્ગ
રોજિંદા હજારો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આ રસ્તેથી પસાર થાય છે. આવા સંજોગોમાં તંત્ર દ્વારા ત્રણેય ઓવરબ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકો તેમજ વાહનચાલકો જોરદાર માંગ કરી રહ્યા છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
