ગંગેટ આંગણવાડી-૩ ખાતે ‘આંગણ ઉત્સવ’ની ઉજવણી

માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું
કેપિટલ મેસેજ
Capital message
ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામની આંગણવાડી-૩ ખાતે ચાણસ્મા CDPO કાજલબેન પ્રજાપતિ અને નરેશભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન CDPO કાજલબેન પ્રજાપતિ દ્વારા માતૃ શક્તિ, બાળ શક્તિ અને પૂર્ણા શક્તિ સહિતની પોષણલક્ષી યોજનાઓ તથા તેના લાભો અંગે લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ માતાઓ, બાળકો અને કિશોરીઓના આરોગ્ય, પોષણ અને યોજનાઓના યોગ્ય લાભ અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી.
કિશોરીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આંગણવાડી કાર્યકર કિંજલબેન પરમાર તથા તેડાગર મધુબેન પટેલના સંકલનથી કાર્યક્રમમાં સારી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિતિ રહયા હતા. પોષણ અને આરોગ્ય જાગૃતિના સંદેશ સાથે આંગણ ઉત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
