ડભોઇ નગર ખાતે ગાંધી જયંતી નિમિત્તે મોતીબાગ અને ટાવર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

કેપિટલ મેસેજ
Capital message
૨જી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઇ શહેરના મોતીબાગ તેમજ ટાવર ચોક ખાતે આવેલી પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી તેમજ ફુલહાર પહેરાવીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ડભોઇ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવળ, ડભોઇ શહેર પ્રમુખ સતિષભાઈ રાવલ, તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ, નગરપાલિકાના ઉપપ્રમુખ નૂર મોહંમદ મહુડાવાલા, અફઝલભાઈ કાબાવાલા, ગોપાલભાઈ જીનવાલ તેમજ નગરપાલિકાના સદસ્યો આગેવાનો કોંગ્રેસ કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે કોંગ્રેસના આગેવાન સુધીરભાઈ બારોટે જણાવ્યું હતું કે, “ગાંધીજીએ આપણને જીવનમૂલ્યો અને સેવાભાવ શીખવ્યો છે. તે અંતર્ગત એક શાળાના બાળકો દ્વારા સુંદર પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.” તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, “સ્વચ્છતા આપણે જાતે જ રાખવી પડશે. વર્તમાન પરિસ્થિતિમાં પૂજ્ય બાપુના વિચારો અને સિદ્ધાંતોને વળગી રહીને સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી છે તમામ આગેવાનો અને કાર્યકરોએ પૂજ્ય બાપુના ચીંધેલા અહિંસા અને સ્વચ્છતાના માર્ગે ચાલીને દેશને આગળ ધપાવવાનો આ પવિત્ર દિવસે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કર્યો હતો અને સાદગી પૂર્વક પૂજ્ય ગાંધીબાપુ જી ના જન્મ જયંતી પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
