અંબાજી જતા પદયાત્રીઓ માટે સિદ્ધપુર હાઈવે પર રિક્ષા ડ્રાઈવર યુનિયનનો સેવા કેમ્પ શરૂ

ઠંડા મિનરલ પાણી, નાસ્તો અને બે સમય ભોજન સહિતની સેવાઓ પદયાત્રીઓને અપાશે
કેપિટલ મેસેજ
Capital message
સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા પાલનપુર તરફના એસટી પિકઅપ સ્ટેન્ડ નજીક પશ્ચિમ વિસ્તાર રિક્ષા ડ્રાઈવર યુનિયન દ્વારા અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે દર વર્ષની પરંપરા મુજબ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સિદ્ધપુરના પોલીસ અધિકારી પીઆઈ ઝાલાના હસ્તે રિબન કાપી તથા દીપ પ્રાગટ્ય કરી સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પોલીસ સ્ટાફના પ્રવીણભાઈ ચૌધરી, વિસ્તારના આગેવાનો તેમજ રિક્ષા ચાલક યુનિયનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સેવા કેમ્પમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે ઠંડા મિનરલ પાણી, નાસ્તો તેમજ બે સમય ભોજન સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પદયાત્રીઓને માર્ગમાં જરૂરી સુવિધા અને સેવા મળી રહે તે હેતુથી રિક્ષા ડ્રાઈવર યુનિયન દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
