ઐતિહાસીક લોટેશ્વર મહાદેવ મંદિરનો વિકાસ તથા ધર્મશાળા ની સગવડ ઉપલબ્ધ બનાવવા માગ.

પવિત્ર યાત્રાધામ વિકાસ મંત્રીને ભાજપ સદસ્ય મીડિયા વિભાગના જયેશ દરજીની રજુઆત.
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જીલ્લાના અંતરીયાળ વિસ્તાર શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ખાતે આવેલ વર્ષો જુનુ પૌરાણીક પાંડવ વખતનું અદ્ભુત, અલૌકિક અને ઐતિહાસીક લોટેશ્વર મહાદેવ મંદિરનો વિકાસ તથા ધર્મશાળાની સગવડ કરવા અને ગુજરાત યાત્રા ધામ બોર્ડ માં સમાવેશ કરવા પ્રદેશ ભાજપ સદસ્ય મીડિયા વિભાગના જયેશ દરજી એ પત્ર લખી રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
તેઓએ લખેલ પત્રમાં જણાવ્યું છે કે પાટણ જીલ્લાના અંતરીયા વિસ્તારમાં શંખેશ્વર તાલુકામાં આવેલ મુજપુર ગામની બાજુમાં લોટેશ્વર મહાદેવનું વર્ષો પુરાણુ અને પાંડવો સમયનું અદભુત અલીકિક અને ઐતિહાસીક મંદિર આવેલ છે. અને આ લોટેશ્વરને (લોહેશ્વર મહાદેવ) પણ કહેવામાં આવે છે.અહીંયા આજુ બાજુના વિસ્તારના લોકો તથા દુરદુરથી લોકો પોતાની બાધા-માનતાં તથા પુરાણી કથા અનુસાર પોતાના પ્રથમ બાળક (છોકરાની) બાબરી (ચૌલક્રિયા) તથા આકારી બાધાઓ પુરી કરવા માટે આવતા હોય છે.અહીંયા દર વર્ષે પાટણ શહેરના તળ પાટણ દરજી સમાજ તથા ઉત્તર ગુજરાત મોદી સમાજના લોકો પગપાળા સંઘો દ્વારા પોતાની બાપા-માનતાં માટે અહીંયા આવે છે.ત્યારે આ મંદિર મા તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવવા તેઓએ રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
