પાટણમાં PM મોદીના જન્મદિવસઍ અનોખી રીતે શુભેચ્છા…

જનસેવાના ૨૫ વર્ષ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત અનોખી પહેલ
પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્રકુમાર હિરવાણીયાએ પેન્સિલ સ્કેચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા
કેપિટલ મેસેજ
Capital message
પાટણ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત અનોખી અને સર્જનાત્મક પહેલ કરવામાં આવી હતી. વડાપ્રધાનની જાહેર જીવનની ૨૫ વર્ષની સેવા યાત્રાની ઉજવણીના ભાગરૂપે પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્રકુમાર કે. હિરવાણીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સુંદર પેન્સિલ સ્કેચ તૈયાર કરી તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
વર્ષ ૨૦૦૧થી જાહેર જીવનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનસેવાથી દેશસેવા સુધીની યાત્રાને સ્મરણમાં રાખીને આ સર્જનાત્મક પહેલ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. પેન્સિલના માધ્યમથી તૈયાર કરવામાં આવેલું વડાપ્રધાનનું સ્કેચ આ પહેલનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.
પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્રકુમાર કે. હિરવાણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમની લાંબી જાહેર જીવનની સેવા યાત્રાને સ્મરણમાં રાખીને પેન્સિલ સ્કેચ દ્વારા શુભેચ્છા પાઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત કરવામાં આવેલી આ સર્જનાત્મક પહેલ દ્વારા જન્મદિવસની શુભેચ્છા સાથે તેમની જાહેર જીવનની યાત્રાને પણ યાદ કરવામાં આવી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
