Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ જિલ્લામાં ઓળખપત્ર વગર મોબાઈલ/સિમકાર્ડની ખરીદ-વેચ પર પ્રતિબંધ
ગુજરાત

પાટણ જિલ્લામાં ઓળખપત્ર વગર મોબાઈલ/સિમકાર્ડની ખરીદ-વેચ પર પ્રતિબંધ

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 3:18 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

પાટણ જિલ્લામાં ઓળખપત્ર વગર મોબાઈલ/સિમકાર્ડની ખરીદ-વેચ પર પ્રતિબંધ : નિયમ ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message

પાટણ જિલ્લામાં હાલની પ્રવર્તમાન આતંકવાદી પરિસ્થિતિ, ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સુરત તથા મોડાસા સહિત વિવિધ સ્થળોએ થયેલ બોમ્બ બ્લાસ્ટ જેવી આતંકવાદી પ્રવૃત્તિઓ, તેમજ ગુપ્તચર એજન્સીઓ દ્વારા મહત્વના ધાર્મિક સ્થળો, વાઇટલ ઇન્સ્ટોલેશન અને જાહેર સ્થળો ઉપર હુમલાની શક્યતા દર્શાવવામાં આવેલ હોવાને અનુલક્ષીને જાહેર સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જરૂરી તકેદારી રાખવી આવશ્યક જણાય છે.

More Read

ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.
NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી

પાટણ જિલ્લામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈ.ઓ.સી.) સિદ્ધપુર, શંખેશ્વર જૈન દેરાસર, વરાણા ખોડિયાર માતાજી મંદિર, રાણીની વાવ તથા રુદ્રમહાલય જેવા મહત્વના અને ઐતિહાસિક સ્થળો આવેલ છે. તપાસ દરમ્યાન એવું પણ જણાઈ આવેલ છે કે આતંકવાદી તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો જુના મોબાઈલ ફોન તથા સિમકાર્ડનો ઉપયોગ કરતા હોય છે અને ગુનાહિત પ્રવૃત્તિ બાદ તે વેચી દેતા અથવા બંધ કરી દેતા હોય છે. ઉપરાંત ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી જેવા ગુનાઓમાં ચોરાયેલા મોબાઈલ ફોન બજારમાં વેચાઈ જતા હોવાનું પણ સામે આવેલ છે.

ઘણી વખત મોબાઈલ ટ્રેકિંગ દરમિયાન મોબાઈલ ધારક સુધી પહોંચતા જાણવા મળે છે કે મોબાઈલ અજાણી વ્યક્તિ પાસેથી ખરીદવામાં આવેલ હોય છે અને યોગ્ય ઓળખ વિગતો ઉપલબ્ધ ન હોવાને કારણે ગુનાના મૂળ સુધી પહોંચવામાં મુશ્કેલી સર્જાય છે. તેથી જુના મોબાઈલ ફોન તથા સિમકાર્ડની લે-વેચ કરતા વેપારીઓ ઉપર નિયંત્રણ રાખવું જાહેર હિતમાં આવશ્યક જણાય છે. ઉપરોક્ત પરિસ્થિતિને અનુલક્ષીને જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.

• પાટણ જિલ્લામાં કોઈપણ દુકાનદાર દ્વારા જુના અથવા નવા મોબાઈલ ફોનની ખરીદ-વેચાણ કરતી વખતે ગ્રાહકનું સંપૂર્ણ નામ, સરનામું તથા ઓળખ પુરાવાની નકલ ફરજિયાત મેળવવાની રહેશે.

More Read

સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ
ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું
પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન

• જુના મોબાઈલ ફોનની ખરીદ-વેચાણ કરતા વેપારીઓએ અલગ-અલગ રજીસ્ટર નિભાવવાના રહેશે.

ઉપરોક્ત તમામ રજીસ્ટર વેપારીએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી જાળવવાના રહેશે. કોઈપણ વ્યક્તિ દ્વારા ઓળખપત્ર વગર મોબાઈલ ફોન, સિમકાર્ડ અથવા હેન્ડસેટની લે-વેચ કરવામાં આવશે તો તે અંગે લેનાર તથા વેચનાર બંનેની અંગત જવાબદારી નક્કી કરવામાં આવશે.

આ જાહેરનામું તા.૩૦/૦૪/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરવા પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા તેનાથી ઉપરના હોદ્દાના તમામ પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ દરમિયાન જાહેરનામું અમલમાં
Next Article પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોને શર્મસાર કરતી ઘટના

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘ હિન્દી દિવસ’ની ભવ્ય અને ભાવાત્મક ઉજવણી

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલના શિક્ષક ડૉ. દાનેશ મોદીનું પાટણ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video