હારીજના બુથ નંબર 76 ખાતે ભાજપ કાર્યકરોએ મન કી બાતનો 139મો એપિસોડ નિહાળ્યો

ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ સહિત હોદ્દેદારો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત
કેપિટલ મેસેજ
Capital message
26, October, 2026

હારીજ: હારીજ શહેરના બુથ નંબર 76 ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 139મા એપિસોડનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો એકત્રિત થયા હતા અને સૌએ સાથે બેસીને કાર્યક્રમ નિહાળ્યો હતો.

‘મન કી બાત’ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના નાગરિકો સાથે સંવાદ સાધે છે અને દેશભરમાં થઈ રહેલા પ્રેરણાદાયી કાર્યો, સામાજિક પહેલો તથા વિવિધ ક્ષેત્રોમાં લોકોના યોગદાન વિશે માહિતી આપે છે. આ કાર્યક્રમના સામૂહિક શ્રવણથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
