Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં વાહનો ભાડે રાખી બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ
ક્રાઈમ

રાધનપુરમાં વાહનો ભાડે રાખી બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ

Rajeshkumar Jadav
Last updated: November 27, 2026 9:24 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુરમાં વાહનો ભાડે રાખી બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, 13 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

પાટણ એલ.સી.બી. પોલીસે ટ્રેક્ટર, કેમ્પર, ટેન્કર અને ટ્રોલી સહિત 4 વાહનો કબજે કર્યા; અન્ય 3 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન

 

૨૭, નવેમ્બર, ૨૦૨૬

More Read

પાટણ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે પોલીસનું મેગા ઓપરેશન: મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 5 શખ્સો ઝડપાયા
ડીસા ફેમિલી કોર્ટના સજા વોરંટમાં નાસતા ફરતા આરોપીને સમી પોલીસે ઝડપી પાડ્યો
સાંતલપુરના ૧૩ ગામોમાં લોકફાળાથી ૨૮ સીસીટીવી કેમેરા લગાવાયા
રાધનપુર પોલીસનો સોશિયલ મીડિયા પર સકંજો: પોલીસની ગાડી સાથે રીલ બનાવનાર યુવકને બોલાવી માફી મંગાવી

કેપિટલ મેસેજ 

પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાંથી ટ્રેક્ટર અને ટેન્કર જેવા વાહનો ભાડે રાખીને છેતરપિંડીથી રાજસ્થાનના શખ્સોને વેચી મારવાના ગુનાનો પાટણ એલ.સી.બી. પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ મામલે સરદારપુરાના એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 13,00,000 ની કિંમતના કુલ 4 વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

More Read

એ.સી.બી.સફળ ટ્રેપ ,ફરીયાદી-એક જાગૃત નાગરીક
એ.સી.બી.સફળ ટ્રેપ,ફરીયાદી: એક જાગૃત નાગરીક
એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક
પાટણમાં વિદેશી દારૂના ગેરકાયદે વેપારના આરોપી સામે પાસાની કાર્યવાહી, જુનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલાયો

મુખ્ય સમાચાર:

પાટણ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે બનાસકાંઠા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને પાટણ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 3(5) મુજબના ગુનાની તપાસમાં પોલીસે સરદારપુરા ગામના 31 વર્ષીય નરેશભારથી આનંદભારથી ગૌસ્વામીને ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી અન્ય શખ્સો સાથે મળીને ટ્રેક્ટર અને ટેન્કર જેવા સાધનો ભાડે રાખતો હતો અને ત્યારબાદ છેતરપિંડી આચરી આ વાહનો રાજસ્થાનના માણસો સાથે મળીને બારોબાર વેચી મારતો હતો. પોલીસે આરોપી પાસેથી 1 ટ્રેક્ટર, 1 કેમ્પર, 1 ટેન્કર અને 1 ટ્રોલી મળી કુલ 4 વાહનો કબજે કર્યા છે, જેની કુલ કિંમત રૂપિયા 13,00,000 આંકવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે, જેમાં વાવ-થરાદ જિલ્લાના ઓગડ તાલુકાના સવપુરાના પ્રકાશભાઈ નાથાભાઈ રાવળ, કચ્છ-પૂર્વ ગાંધીધામના અંજારના વિમલનાથ બટુકનાથ નાથબાવા અને વડાના મહેન્દ્રસિંહ બાપુનો સમાવેશ થાય છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article બામોસણાથી નગર તેરવાડા સુધી ૫૧ ગાડીઓના કાફલા સાથે ભવ્ય ‘શ્રી ચેહર રાજ ધાર્મિક યાત્રા’ સંપન્ન
Next Article પાટણ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે પોલીસનું મેગા ઓપરેશન: મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 5 શખ્સો ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

બામોસણાથી નગર તેરવાડા સુધી ૫૧ ગાડીઓના કાફલા સાથે ભવ્ય ‘શ્રી ચેહર રાજ ધાર્મિક યાત્રા’ સંપન્ન

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

પાટણ:પોલીસની મેગા ડ્રાઇવ: 260 સ્થળોએ દરોડા: રૂ.16.68 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો

ક્રાઈમ

કચ્છના સંવેદનશીલ સરક્રિક વિસ્તારમાં BSFની મોટી કાર્યવાહી, ચાર પાકિસ્તાની નાગરિકો ઝડપાયા

ક્રાઈમ

અમરેલીમાં આંગણીયા પેઢીના માલિકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

ક્રાઈમ

હારીજમાં ખોટી નંબર પ્લેટવાળી ગાડી માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ક્રાઈમ

પાટણ LCBની મોટી સફળતા: 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video