Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર GIDCમાં દેવીકૃપા પ્રોટીન્સ પર ફૂડ વિભાગની તવાઈ: રૂ. 1.60 લાખનો ખાદ્યતેલનો જથ્થો જપ્ત, ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ
ગુજરાત

રાધનપુર GIDCમાં દેવીકૃપા પ્રોટીન્સ પર ફૂડ વિભાગની તવાઈ: રૂ. 1.60 લાખનો ખાદ્યતેલનો જથ્થો જપ્ત, ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ

Rajeshkumar Jadav
Last updated: October 31, 2026 8:49 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુર GIDCમાં દેવીકૃપા પ્રોટીન્સ પર ફૂડ વિભાગની તવાઈ: રૂ. 1.60 લાખનો ખાદ્યતેલનો જથ્થો જપ્ત, ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ

 

યુનિટમાં અત્યંત અસ્વચ્છતા, પક્ષીઓનાં માળાં અને કરોળિયાનાં જાળાં મળી આવ્યાં; સોયાબીન તેલના બે અને સીંગતેલનો એક નમૂનો લેબોરેટરીમાં મોકલાયો

 

કેપિટલ મેસેજ 

More Read

સતર્કતા જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત પાટણ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ લીધા પ્રામાણિકતા અને સતર્કતાના શપથ
ડભોઈ ખાતે ‘રન ફોર યુનિટી’નો ભવ્ય પ્રારંભ: ૫,૦૦૦થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા
રાધનપુરના ગીચ બજારમાં ફટાકડાની હાટડીઓનો રાફડો ફાટ્યો!
પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક સેન્ટરનો પ્રારંભ

Capital message 

31, October, 2026

રાધનપુર: રાધનપુરના GIDC વિસ્તારમાં ખાદ્યતેલના ઉત્પાદન અને પેકિંગ સાથે સંકળાયેલા એકમ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, પાટણની ટીમે કાર્યવાહી હાથ ધરતાં ખાદ્યતેલના રૂ. 1.60 લાખની કિંમતના જથ્થાને જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન ગંભીર બેદરકારી અને અસ્વચ્છતા સામે આવતાં મે. દેવીકૃપા પ્રોટીન્સનું ફૂડ લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

More Read

રોટરી ક્લબ ઓફ રાધનપુરનો સેવાયજ્ઞ: રામનગર પ્રાથમિક શાળાના 192 વિદ્યાર્થીઓને પેન્ટ-શર્ટના કાપડનું વિનામૂલ્યે વિતરણ
ડભોઇ વસાઈ જીનમા ઊંઘ હરમ થવા સાથે પોતાના જાનમાલની ચિંતા વ્યાપી ડભોઈમાં એક જ રાતમાં બે મકાનના તાળા તોડી ચોરીનો કર્યો પ્રયાસ
ડભોઇ: રેલ્વે ફાટક નંબર-21 સમારકામ અર્થે 1 થી 5 નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે બંધ રહેશે
ડભોઇ નગરમાં ટ્રાફિક સમસ્યા અને સફાઈ અભિયાન મુદ્દે વેપારી મહાજન મેદાને

પ્રાપ્ત વિગતો અનુસાર, જાહેર આરોગ્યના હિતમાં નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યતેલ મળી રહે તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, પાટણની ટીમ દ્વારા રાધનપુર GIDC ખાતે આવેલા મે. દેવીકૃપા પ્રોટીન્સ, પ્લોટ નં. 233 અને 234 ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ એકમનું સંચાલન નિતેશભાઈ મહેશ્વરી દ્વારા કરવામાં આવે છે.

તપાસ દરમિયાન યુનિટની અંદર અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળી હતી. ઉત્પાદન એકમમાં પક્ષીઓનાં માળાં અને કરોળિયાનાં જાળાં મળી આવ્યાં હતાં. આ ઉપરાંત ખાદ્યતેલના પેકિંગ માટે જૂનાં 15 કિલોગ્રામનાં ટીનનો ઉપયોગ થતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. ખાદ્યતેલ જેવી ખાદ્ય સામગ્રીના ઉત્પાદન અને પેકિંગમાં સ્વચ્છતાના નિયમોનું પાલન અત્યંત જરૂરી હોવા છતાં આવી સ્થિતિ સામે આવતાં તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી.

આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે પેઢીનું ફૂડ લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હતી. સાથે જ તપાસ દરમિયાન પૃથ્થકરણ માટે કુલ ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં સોયાબીન તેલના બે અને સીંગતેલનો એક નમૂનો સામેલ છે. આ તમામ નમૂનાઓને લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

હવે લેબોરેટરીના પૃથ્થકરણ અહેવાલની રાહ જોવાઈ રહી છે. અહેવાલ પ્રાપ્ત થયા બાદ નિયમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાધનપુર GIDCમાં ખાદ્યતેલના એકમમાં આટલી ગંભીર અસ્વચ્છતા સામે આવતાં ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા આવી તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રહે તેવી લોકમાંગ ઊઠી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

More Read

પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું થશે ઉદ્ઘાટન: હવે કેન્સરની તમામ સારવાર પાટણમાં
સુઈગામ ખાતે ‘ખજૂરભાઈ’ નીતિન જાની સાથે શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ રાધનપુરના અગ્રણીઓની શુભેચ્છા મુલાકાત
રાધનપુરમાં વોર્ડ નંબર-૪ના કડિયાવાસમાં પાયાની સુવિધાઓનો અભાવ
રાધનપુરમાં ફૂડ વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રોટરી ક્લબ ઓફ રાધનપુરનો સેવાયજ્ઞ: રામનગર પ્રાથમિક શાળાના 192 વિદ્યાર્થીઓને પેન્ટ-શર્ટના કાપડનું વિનામૂલ્યે વિતરણ
Next Article શેઠ એમ.એન.હાઇસ્કૂલ, પાટણની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન AITA ઓલ ઇન્ડિયા લોન ટેનિસ ટુર્નામેન્ટમાં સિંગલ્સ અને ડબલ્સ એમ બંનેમાં નેશનલ ચેમ્પિયન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણમાં પદ્મશ્રી મહેશ-નરેશ કનોડિયાની પુણ્યતિથિ નિમિત્તે સંગીતમય સ્મરાંજલિ યોજાઈ

ગુજરાત

ડભોઈ તાલુકાના સેજપુરા ગામે ગટરના ગંદા પાણીથી ગ્રામજનો ત્રાહિમામ

ગુજરાત

સાવરકુંડલામાં રૂ.૧૦ લાખના ખર્ચે યોજાયેલ ‘સ્વદેશી મેળો’ વિવાદમાં

ગુજરાત

ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ડભોઇ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયો

ગુજરાત

રાધનપુરના ગણેશ પેટ્રોલિયમના ડીઝલની ગુણવત્તા સામે સવાલો, ગ્રાહકની રજૂઆત બાદ તપાસની ચર્ચા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video