ડભોઇના 14 ગામના ખેડૂતોનો પાવરગ્રીડ કંપની સામે મોરચો

ડભોઇ તાલુકાના 14 ગામના ખેડૂતો દ્વારા પાવરગ્રીડ કંપની વિરોધ કરવામાં આવ્યો છે
પલાસવાડા અંગુઠણ માનપુરા રસુલપુરા ભાવપુરા ભીલાપુર કુવારવાડા જેવા થઈને 14 ગામોમાં ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
કેપિટલ મેસેજ
Capital message
27, October, 2026
ડભોઈ પાવરગ્રીડ કંપની અને વળતર મામલે ખેડૂતોમાં ભારે રોષ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી
ડભોઈ તાલુકાન 14 ગામનાા અસરગ્રસ્ત ખેડૂતોએ સરકારના પરિપત્ર સામે નોંધાવ્યો સખત વિરોધ; પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી MRC બનાવવા સામે ઇનકાર ડભોઈ તાલુકામાંથી પસાર થઈ રહેલી પાવરગ્રીડ લાઇન અને વળતરના મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર અસંતોષ ફેલાયો છે. આ સંદર્ભે ‘ડભોઈ તાલુકા ખેડૂત સમાજ’ દ્વારા ડભોઈ પ્રાંત અધિકારી આવેદનપત્ર પાઠવી સરકારના તાજેતરના પરિપત્ર સામે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્ર મુજબ, રાજ્ય સરકાર દ્વારા 4 ઓગસ્ટ 2026ના રોજ પાવરગ્રીડના વળતર બાબતે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે ખેડૂતોના હિતમાં નથી. આ પરિપત્રનો ખેડૂતોએ એકસુરે વિરોધ કર્યો છે. ખેડૂતો પર અંગ્રેજોના સમયનો 1885નો ટેલિગ્રાફ એક્ટ લાગુ કરવા સામે પણ ખેડૂતોએ સખત વાંધો ઉઠાવ્યો છે.
આવેદનપત્રમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે:
વીમા કવચનો અભાવ ખેતરોમાંથી 765 KV જેવી અતિ ઉચ્ચ દબાણવાળી વીજલાઇન પસાર થવાની હોવાથી ખેડૂતો, ખેતમજૂરો તેમજ પશુધનના જાનમાલનું મોટું જોખમ રહેલું છે. તેમ છતાં સરકારી પરિપત્રમાં કોઈપણ પ્રકારના વીમા કવચનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.25 વર્ષ પછીની અનિશ્ચિતતા: લાઇનના 25 વર્ષ પૂર્ણ થયા બાદ આગળ કેવી કાર્યવાહી કરવામાં આવશે, તે અંગે પણ પરિપત્ર સંપૂર્ણ મૌન સેવે છે.
કોમર્શિયલ હેતુ છુપાવવાનો આરોપ: ખેડૂતોનો આક્ષેપ છે કે સમગ્ર ગુજરાતમાં પાવરગ્રીડ પ્રોજેક્ટ કોમર્શિયલ સ્વરૂપનો હોવા છતાં, સરકારે પરિપત્રમાં તેના વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

ખેડૂતોએ જણાવ્યું હતું કે આ ગંભીર બાબતે PMO, મુખ્યમંત્રી (CMO) ગાંધીનગર તેમજ દિલ્હી ઉર્જા મંત્રાલય સહિત તમામ સ્તરે અગાઉ રજૂઆતો કરવામાં આવી છે. વડોદરા કલેક્ટર કચેરી ખાતે પણ વારંવાર આવેદનપત્રો આપવામાં આવ્યા હતા, જ્યાંથી સરકાર સુધી વાત પહોંચાડવાની ખાતરી અપાઈ હતી.ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી ખેડૂતોના આ પડતર પ્રશ્નોનું યોગ્ય અને સંતોષકારક નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોઈપણ ખેડૂત એમ.આર.સી. (MRC) બનાવવા રાજી નથી. જો તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉઘરો આંદોલન કરીશું એવી ચીમકી આપવામાં આવી છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
