યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૧૨/૦૬/૨૦૨૬નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટી, પી.ડી.ઈ.યુ. મેટ્રો સ્ટેશનની પાસે, કોબા, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે.
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૨/૦૬/૨૦૨૬નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ, પી.ડી.ઈ.યુ. મેટ્રો સ્ટેશનની પાસે, કોબા, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે. આ રોજગાર ભરતીમેળામાં નોકરીદાતાઓ દ્વ્રારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, કોઈ પણ સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી. JF498570049 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
