Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા યુવાનો માટે નવું કૌશલ્ય અભિયાન….
ગુજરાત

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા યુવાનો માટે નવું કૌશલ્ય અભિયાન….

Rajeshkumar Jadav
Last updated: April 24, 2026 12:12 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા યુવાનો માટે નવું કૌશલ્ય અભિયાન….

ટોયોટા ટ્રેનિંગ સેન્ટર અને જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્યુફેક્ચરિંગ સાથે એક અનોખી પહેલ

“Earn While Learn” સાથે મફત GTU સંલગ્ન ડિપ્લોમા ઇન મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી- ટોયોટા કંપની દ્વારા સ્પોન્સર્ડ

ઉત્તર ગુજરાતના યુવાનો માટે વૈશ્વિક કૌશલ્યનો નવો દ્વાર – NGES ની અનોખી પહેલ

More Read

પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ
પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

પાટણ: નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES), પાટણ દ્વારા ઉત્તર ગુજરાતના યુવાનોને વૈશ્વિક સ્તરના કૌશલ્ય અને રોજગારના અવસરોથી જોડવા માટે એક મહત્વપૂર્ણ અને દુરંદેશી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્યુફેક્ચરિંગ (JIIM) તથા ટોયોટા ત્સુશો NTTF ટ્રેનિંગ સેન્ટર સાથે સંયુક્ત રીતે “મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી” ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાવાળી તાલીમ અને ડિપ્લોમા પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.

More Read

પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી
પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

આ અભિયાનનો મુખ્ય હેતુ ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને “શીખો અને કમાવો”ના મંત્ર સાથે પ્રેક્ટિકલ અને ઉદ્યોગલક્ષી શિક્ષણ આપવાનો છે, જેથી તેઓ માત્ર નોકરી શોધનાર નહીં પરંતુ કૌશલ્યવાન અને આત્મનિર્ભર યુવા તરીકે ઉભરી શકે. જાપાનની આધુનિક ટેકનોલોજી, કાર્યશૈલી અને શિસ્તને ભારતીય સંદર્ભ સાથે સંકલિત કરીને તાલીમ આપવામાં આવશે, જે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.

આ ડિપ્લોમા પ્રોગ્રામ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) સાથે સંચાલિત થશે અને તેમાં 80% પ્રેક્ટિકલ ટ્રેનિંગ ટોયોટા ટ્રેનિંગ સેન્ટર, વિઠલાપુર ખાતે તેમજ 20% થિયરી અને પરીક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને તાલીમ દરમિયાન દર મહિને ₹12,727 નો સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જેથી તેઓ “Earn While Learn” ના સિદ્ધાંત સાથે શૈક્ષણિક અને આર્થિક રીતે સશક્ત બની શકે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને 100% પ્લેસમેન્ટ સપોર્ટ આપવામાં આવશે.

NGES કોલેજ કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવે જણાવ્યું કે, “આ પહેલ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે, જેથી તેઓને વિશ્વસ્તરીય કૌશલ્ય સાથે સંપૂર્ણ રોજગારક્ષમ બનાવી શકાય. અમારો હેતુ માત્ર શિક્ષણ આપવાનો નથી, પરંતુ દરેક વિદ્યાર્થીને ‘Fully Employable’ બનાવવાનો છે, જેથી તેઓ આત્મનિર્ભર બની પોતાના અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે.”

આ પહેલ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો 30 એપ્રિલ, 2026ના રોજ સવારે 11:00 કલાકે પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલ, પાટણ ખાતે યોજાશે. ધોરણ 10 પાસ અને વધુ લાયકાત ધરાવતા તથા 18 થી 25 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ માટે આ સોનેરી તક છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ સમયસર મોબાઈલ નંબર 9924556101 પર ફરજિયાત નોંધણી કરીને આત્મનિર્ભર બનવા આ સેમિનારમાં અવશ્ય ઉપસ્થિત રહેવું.

તેમણે વધુમાં ઉમેર્યું કે આ પ્રકારની ઇન્ડસ્ટ્રી-લિંક્ડ તાલીમ યુવાનોને માત્ર નોકરી માટે તૈયાર જ નહીં કરે, પરંતુ તેમને આત્મવિશ્વાસ, પ્રેક્ટિકલ કુશળતા અને વૈશ્વિક કાર્ય સંસ્કૃતિ સાથે પણ સજ્જ બનાવશે.

More Read

દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન
વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત
ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ
પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન

ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના તમામ વર્ગોને આ પહેલમાં સહભાગી થવા અને યુવાનોને આ તકનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ખીલેલા પીળા ફૂલો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
Next Article અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપતા રેડિયમ વગરના વળાંકો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી.ની સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

ગુજરાત

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

ગુજરાત

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video