Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સમી નજીક રોડ પર ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી-શોર્ટ સર્કિટથી કાર બળી ને ખાખ
ગુજરાત

સમી નજીક રોડ પર ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી-શોર્ટ સર્કિટથી કાર બળી ને ખાખ

Rajeshkumar Jadav
Last updated: September 16, 2026 7:21 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

સમી નજીક રોડ પર ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી-શોર્ટ સર્કિટથી કાર બળી ને ખાખ, બે વ્યક્તિઓનો આબાદ બચાવ..

હારીજ–સમી–શંખેશ્વર ત્રણેય તાલુકામાં ફાયર સુવિધા ન હોવાના મુદ્દે ફરી ઉઠ્યા સવાલો

ત્રણ તાલુકા ફાયર વિના, લોકો જીવના ભરોસે-પાટણથી ફાયર પહોંચે ત્યાં સુધી બધું ગાડી ભસ્મ-સમીની આગે તંત્રની બેદરકારી ફરી ઉઘાડી પાડી.

 

More Read

ઘરેથી તૈયાર થતાં કેડિયા અને ચણિયા-ચોળીને સ્વદેશી મેળામાં મળી નવી ઓળખ
સ્વદેશી અપનાવો, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપો: ડભોઇમાં મેળાનું ઉદ્ઘાટન!
મીડિયાના અહેવાલનો ધારદાર પડઘો ડભોઈ-વેગા માર્ગ પર ‘સફેદ પટ્ટા’ દોરવાનું ભૂલેલું તંત્ર માત્ર ૧૦૦ કલાકમાં દોડતું થયું
પાટણની પદ્મનાથ સોસાયટીના શિવ બંગ્લોઝમાં લોકડાયરાનું આયોજન

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ જિલ્લાના સમી નજીક એક કારમાં અચાનક આગ લાગી જતાં વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાને પગલે માર્ગ પરથી પસાર થતાં લોકો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર કારમાં તે સમયે બે વ્યક્તિઓ સવાર હતા. આગ લાગ્યાની જાણ થતાં જ બંનેએ સમયસૂચકતા દાખવી કારમાંથી તાત્કાલિક બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હોવાને કારણે રાહતનો શ્વાસ લેવાયો હતો, પરંતુ જો થોડો પણ વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. કારમાં આગ ભભૂકતાં જોતજોતામાં વાહનનો મોટો ભાગ બળી ગયો હતો અને આખરે કાર સંપૂર્ણપણે ખાખ બની ગઈ હતી.

More Read

ડભોઇના 14 ગામના ખેડૂતોનો પાવરગ્રીડ કંપની સામે મોરચો
રાધનપુરમાં ભેળ-પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની આશંકા, બંધવડ ગામના 12 લોકોને અસર
રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!
રાધનપુરમાં વયનિવૃત્ત શિક્ષક અરજણભાઈ ચૌધરીનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો

ઘટનાની જાણ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર ટેલિફોનિક રીતે કરવામાં આવી હતી. જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને સંબંધિત એજન્સીઓ હરકતમાં આવી હતી. જોકે, આ સમગ્ર ઘટનાએ એકવાર ફરીથી પાટણ જિલ્લાના હારીજ, સમી અને શંખેશ્વર તાલુકામાં ફાયર સુવિધાના અભાવનો ગંભીર મુદ્દો સપાટી પર લાવી દીધો છે. ત્રણેય તાલુકામાંથી એકેય સ્થળે આગ બુઝાવવાની સ્થાયી અને સજ્જ વ્યવસ્થા ન હોવાને કારણે નાગરિકોમાં રોષ અને ચિંતા બંને જોવા મળી રહી છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ આ વિસ્તારની કોઈપણ આગની ઘટનામાં આજદિન સુધી પાટણથી ફાયર બ્રિગેડ બોલાવવાની ફરજ પડે છે. જેના કારણે આગ લાગ્યા બાદના સૌથી નિર્ણાયક મિનિટોમાં મોટો વિલંબ સર્જાય છે. આગ જેવી તાત્કાલિક પરિસ્થિતિમાં દરેક ક્ષણ અગત્યની હોય છે, છતાં ત્રણ તાલુકાના હજારો નાગરિકોને આજે પણ સમયસર ફાયર સેવા ઉપલબ્ધ નથી, જે અત્યંત ચિંતાજનક બાબત ગણાય છે.

વિસ્તારના લોકોમાં એવો પણ આક્ષેપ ઉઠી રહ્યો છે કે વારંવાર આગ, અકસ્માત અને ઇમરજન્સી જેવી ઘટનાઓ સામે આવતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા ફાયર સુવિધા અંગે કોઈ દૃઢ અને કાયમી નિર્ણય લેવામાં આવ્યો નથી. જો સમી, હારીજ અથવા શંખેશ્વર જેવા તાલુકા મથકોમાં આગ બુઝાવવાની સુવિધા ઉપલબ્ધ હોત, તો આવી ઘટનાઓમાં નુકસાનનું પ્રમાણ ઘણું ઓછું રહી શકત. હાલની સ્થિતિમાં લોકો પોતાની સલામતીને લઈને ચિંતિત બન્યા છે.

આ ઘટનાએ એક ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ ઉભો કર્યો છે કે, ત્રણ તાલુકાના લોકો માટે ફાયર સુવિધા આખરે ક્યારે ઉપલબ્ધ બનશે? આગની ઘટના પછી લોકોમાં માત્ર ભય જ નહીં, પરંતુ તંત્ર પ્રત્યેનો અસંતોષ પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. સમયસર આગ બુઝાવવાની વ્યવસ્થા ન હોવાને કારણે આવનારા સમયમાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હાલમાં સદનસીબે બે વ્યક્તિઓનો જીવ બચી ગયો, પરંતુ આ ઘટના સમગ્ર તંત્ર માટે ચેતવણી સમાન બની છે. હવે જરૂર છે કે તંત્ર કાગળ પરની ચર્ચાઓથી આગળ વધી હારીજ, સમી અને શંખેશ્વર તાલુકામાં તાત્કાલિક ધોરણે ફાયર સ્ટેશન અથવા આગ નિયંત્રણ માટેની સુવિધા ઉભી કરે, જેથી આવી આકસ્મિક પરિસ્થિતિમાં લોકોને સમયસર સહાય મળી શકે અને મોટી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

More Read

ડભોઇ પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી શિયાળાની શરૂઆતમાં જ સૂકીભઠ
ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં
ડભોઇ તાલુકાના ધરમપુરી પ્રશાખા નહેરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે ખેડૂતોમાં રોષ
સિદ્ધપુરમાં પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

 

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ચાણસ્મામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જનસેવાનો અનોખો પ્રારંભ..
Next Article રાધનપુરમાં ખુલ્લી ગટરો બની રહી છે મોતનો ખાડો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

27/10/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ

ગુજરાત

સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

ગુજરાત

શંખેશ્વર જન મંગલ સેવા ટ્રસ્ટની પોઝિટિવ પાજીએ સૌજન્ય મુલાકાત લીધી

ગુજરાત

શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

ગુજરાત

PMના આગમન પહેલાં ડભોઈમાં સ્વચ્છતાના નામે લીંપાપોતી!

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video