ડભોઇ શહેર નાંદોદી ભાગોળ પાસેના તળાવમાં જંગલી વેલોના સામ્રાજ્યનો અંત, પાલિકા દ્વારા ‘યુદ્ધના ધોરણે’ સફાઈ અભિયાન શરૂ

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ નગરના નાંદોદી ભાગોળ વિસ્તારમાં આવેલા વિશાળ તળાવમાં લાંબા સમયથી જંગલી વેલો અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. આ ગંદકીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય બન્યો હતો, જેનાથી સ્થાનિક રહીશોનું આરોગ્ય જોખમાયું હતું. આખરે જનતાની રજૂઆતોને ધ્યાને લઈ ડભોઇ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મુખ્ય વિગતો ગંભીર સમસ્યા: સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલું આ તળાવ છેલ્લા ઘણા સમયથી વેલોથી ઢંકાયેલું હતું. ગંદકીને કારણે મચ્છરોનો ત્રાસ વધતા આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.ત્વરિત નિર્ણય: ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીના સીધા માર્ગદર્શન હેઠળ, પાલિકાના મેલેરિયા વિભાગે તળાવની સફાઈ માટે કમર કસી છે.યુદ્ધના ધોરણે કામગીરી: મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા હાલ જોશભેર સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જંગલી વેલો દૂર થવાથી હવે તળાવ ફરી ચોખ્ખું દેખાવા લાગ્યું છે.સમયમર્યાદા: ચીફ ઓફિસરે ખાતરી આપી છે કે આગામી 15 દિવસમાં તળાવ સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવશે સ્થાનિકો દ્વારા મચ્છરોના ત્રાસ અંગે વારંવાર ફરિયાદો મળી રહી હતી. જંગલી વેલોને કારણે રોગચાળો ન ફેલાય તે માટે અમે તાત્કાલિક સફાઈ શરૂ કરાવી છે અને ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે રાજેશભાઈ કટારિયા, મેલેરિયા ઇન્સ્પેક્ટર સ્થાનિકોમાં ખુશીનો માહોલઘણા સમયથી પેન્ડિંગ પડેલી આ સમસ્યાનો ઉકેલ આવતા આસપાસના રહીશોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. લોકોએ પાલિકાના આ ઝડપી અભિગમની પ્રશંસા કરી છે, કારણ કે હવે તેમને મચ્છરના ત્રાસ અને ગંદકીમાંથી મુક્તિ મળશે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
