ટીબી હારેગા દેશ જીતેગા. હા આપણે ટીબી નો અંત લાવી શકીએ છીએ.

કેપિટલ મેસેજ, ન્યુઝ
પ્રા.આ.કે.અડીયા દ્વારા આજે ૨૪ મી માર્ચ વિશ્વ ટીબી દિવસ ની ઉજવણી અડિયા પ્રાથમિક શાળાના માં કરવામાં આવી.જેમાં પ્રા.આ.કે.અડિયા ના ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલ દ્વારા ટીબી થવાના લક્ષણો ની જાણકારી આપી, તેનું નિદાન ક્યોં કરાવવું, અને ત્યારબાદ દવા લેવાથી ટીબી ૧૦૦ % મટી શકેછે.ઉપરોક્ત માહિતી બાળકો ને આપવામાં આવી . આ ઉપરાંત ટીબી ને લગતી પંક્તિઓ દ્વારા સંદેશ આપેલ.અને phc ઉપર પણ ટીબી દર્દી ને કાઉસેલિંગ કરી બીડી છોડવા વિનંતી કરવામાં આવેલ.અને ઉપરોક્ત સંદેશો બાળકો દ્વારા ઘર સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી. આ ઉપરાંત બીડી, સિગારેટ જેવા વ્યસનોથી ટીબી થવાનો ભય પહેલો રહેછે, માટે ધ્રુમપાન થી પણ બચવું જોઈએ. ઉપરોક્ત કાર્યક્રમ માં અડિયા સુપરવાઈઝર ભગવાનભાઈ પ્રજાપતિ ,આમ સેન્ટર અડિયા સીએચઓ વિધીબેન, ફિહેવ આરતીબેન તથા શાળાના આચાર્યશ્રી, સ્ટાફ ગણ તેમજ બાળકો એ ઉત્સાહ થી ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ નું આયોજન આમ સેન્ટર અડિયા દ્વારા કરવામાં આવેલ. અંતે આચાર્ય વિષ્ણુભાઈ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરેલ.
