Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઈ ઉનાળાના પ્રારંભે જ ગરીબોના ફ્રીજ’ ગણાતા માટલાના બજારમાં મંદીનો માહોલ
ગુજરાત

ડભોઈ ઉનાળાના પ્રારંભે જ ગરીબોના ફ્રીજ’ ગણાતા માટલાના બજારમાં મંદીનો માહોલ

Rajeshkumar Jadav
Last updated: March 23, 2026 9:48 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઈ ઉનાળાના પ્રારંભે જ ગરીબોના ફ્રીજ’ ગણાતા માટલાના બજારમાં મંદીનો માહોલ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

આધુનિક ઉપકરણોના આક્રમણ વચ્ચે પરંપરાગત માટીકામનો વ્યવસાય સંકટમાં મહેનત વધી પણ વળતર ઘટ્યું માટી સાથેના અતૂટ નાતાની કલા ડભોઈ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની દસ્તક સાથે જ માટીના વાસણો બનાવવાની પ્રક્રિયા તેજ બને છે. અહીંના કુશળ કારીગરો ખાસ પ્રકારની માટોડી (ચીકણી માટી) લાવી તેને પલાળી, ગુંદીને ચાકડા પર ચઢાવે છે. પોતાના અનુભવી હાથોના કસબથી તેઓ માટીને ગોળાકાર ઘાટ આપી સુંદર માટલાં તૈયાર કરે છે. આ માટલાં માત્ર માટીના વાસણ નથી, પરંતુ કુદરતી રીતે પાણીને ઠંડુ રાખવાનું શ્રેષ્ઠ માધ્યમ છે મોંઘવારી અને મહેનતનો બેવડો માર કારીગરો જણાવી રહ્યા છે કે માટલા બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જહેમત માંગી લે તેવી છે. માટી લાવવાથી લઈને તેને પકવવા સુધીના ખર્ચમાં અને કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. કલાકોની સખત મજૂરી બાદ તૈયાર થતા આ માટલાના વેચાણમાં આ વર્ષે શરૂઆતથી જ મંદી જોવા મળી રહી છે.

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

ઉનાળો બરાબરનો જામ્યો હોવા છતાં ગ્રાહકોની પાંખી હાજરીને કારણે કુંભારોના ચાકડાની ગતિ તો ચાલુ છે, પણ આજીવિકા પર જોખમ વર્તાઈ રહ્યું છે.

કેમ ઘટી રહ્યું છે માટલાનું ચલણ એક સમય હતો જ્યારે દરેક ઘરમાં માટીનું માટલું શાન ગણાતું, પરંતુ બદલાતા સમય સાથે ચિત્ર બદલાયું છે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ક્રેઝ: ઘરે-ઘરે પહોંચેલા ફ્રીજ, ઠંડા કુલર અને વોટર પ્યુરિફાયરને કારણે લોકો માટીના માટલાથી દૂર થઈ રહ્યા છે આધુનિક જીવનશૈલી: શહેરીકરણ અને આધુનિક લાઈફસ્ટાઈલને કારણે પરંપરાગત વસ્તુઓનું સ્થાન ટેકનોલોજીએ લઈ લીધું છે માલ-મટીરીયલના ભાવ: કાચા માલના ભાવ વધવા છતાં સામે માટલાના યોગ્ય ભાવ ન મળતા કારીગરો નિરાશ છે દિવસ-રાત એક કરીને અમે આ માટલા બનાવીએ છીએ, પણ હવે લોકો ફ્રીજનું પાણી વધુ પસંદ કરે છે. ગરીબોનું ફ્રીજ ગણાતું આ માટલું હવે માત્ર શોભાની વસ્તુ બની રહ્યું હોય તેવું લાગે છેડભોઈના આ પંથકમાં વર્ષોથી ચાલ્યો આવતો આ વ્યવસાય અત્યારે અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. જો લોકો ફરીથી આરોગ્યપ્રદ અને કુદરતી ઠંડક આપતા માટીના વાસણો તરફ નહીં વળે, તો આ સુંદર કલા અને કારીગરો બંને ઈતિહાસના પાને વિલાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી,ડભોઈ

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article માછલીઓના મોતથી ચકચાર, દુર્ગંધથી લોકો ત્રસ્ત- આરોગ્ય સંકટની ભીતિ વચ્ચે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
Next Article ગંભીર બેદરકારી ભીલાપુર ઓવરબ્રિજ પાસે રેલિંગનું મોટું ધોવાણ, તંત્ર કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video