પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ જિલ્લાની પ્રથમ ક્રમની શ્રેષ્ઠતરીકે શાળા પ્રશંસા પત્ર અને ઈનામથી સન્માનિત.

કેપિટલ મેસેજ, ન્યુઝ
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પાટણ જિલ્લાની નામાંકિત શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર એવી પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઇસ્કુલ અને શ્રી વી.આર.પટેલ ઉ.મા.શાળા પાટણ જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ નંબર હાંસલ કરવા બદલ શાળાના આચાર્ય અને શાળા પરિવારને જિલ્લા અધિકારીની કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં માન.જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા રૂપિયા 1 લાખનું ઇનામ પેટે ચેક તથા શ્રેષ્ઠ શાળા સન્માન પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવેલ .
છેલ્લા ત્રણ વર્ષની તમામ સિદ્ધિઓ અને પાંચ વિભાગ પૈકી શાળા ભાવાવરણ, અસરકારક વર્ગ કાર્ય ,સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને પરિણામલક્ષી લોક ભાગીદારી, શાળાની પ્રેરક વિશેષતાઓ અને પ્રકિર્ણન જેવા મુખ્ય પાંચ વિભાગના 29 માપદંડોના 150 ગુણમાંથી 128 ગુણ સાથે પાટણ જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ ક્રમનું સ્થાન હાંસલ કરેલ છે.

શાળાની ભૌતિક સુવિધાઓ : પાટણ જિલ્લાની નામાંકિત અને અગ્રેસર શાળા પાંચ દસ કા પૂર્ણ કરી ચૂકી છે. નોટ ગુજરાતી એજ્યુકેશન સોસાયટી ના તમામ ટ્રસ્ટીગણની હમેંશા દીર્ઘ દ્રષ્ટિ, સમર્પિત તમામ વહીવટદારની કુનેહ અને સમર્પિત શાળા પરિવારની મહેનત થકી જ આ શાળા શ્રેષ્ઠતાના માપદંડો હાંસલ કરી શકી છે.
પરિણામમાં આવેલ નંબર સાથે ગુણોત્સવ એ ગ્રેડ, તમામ વર્ગો સ્માર્ટ ક્લાસ થી સજ્જ, અધતન કોમ્પ્યુટર લેબો ,વિજ્ઞાન પ્રવાહ ,વાણિજ્ય પ્રવાહ અને કલા શાખામાં હંમેશા અગ્રેસર શાળા, શાળા પરિસર અને લોબીમાં પર્યાવરણની અદભુત ઝાંખી અને રમણીય વાતાવરણ સંપૂર્ણ સીસીવીટી સજ્જ કેમ્પસ, શાળાના તમામ સોશિયલ મીડિયા પેજ અપડેટ, શાળા વેબસાઈટ અપડેટ , સોલાર રૂટ અને સુંદર ગાર્ડન, શાળા આરો વોટર સિસ્ટમ, નવીન પુસ્તકાલય ઉપરાંત શાળામાં વોકેશન ટ્રેડથી આત્મ નિર્ભર અને સ્વાવલંબન શિક્ષણ , શાળાની સિદ્ધિઓ સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ડોક્ટર,એન્જિનિયર,સી.એ. ઉદ્યોગ સાહસિકો ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં ટોચના સ્થાને શાળાના વિધાર્થીઓ શાળાને વિશેષ ગૌરવ અપાવી રહ્યા છે.

શાળાની વિશેષ સિદ્ધિઓ : શાળા ખેલ મહાકુંભ,શાળા રમતોત્સવ ,કલા મહાકુંભ, કલા ઉત્સવ અને યુવા ઉત્સવમાં રાજ્ય કક્ષાએ દર વર્ષે શાળા અવ્વલ નંબર . વિજ્ઞાન પ્રદર્શન માં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ પ્રાપ્તિ .સરકારી યોજનાઓમાં વિદ્યાર્થીઓને સો ટકા લાભ મળે એવો સુંદર પ્રયાસ કરેલ છે . વક્તવ્ય, નિબંધ, ચિત્ર અને સર્વાંગી વિકાસ માટેની અવિરત પ્રવૃત્તિઓ .. શાળાના શિક્ષકો લેખન રિસર્ચ ઇનોવેશન સંશોધન અને સંસ્થાના માપદંડોમાં હંમેશા અગ્રેસર.. શાળામાં એન.એસ.એસ. અને એન.સી.સી. યુનિટ ઉપરાંત સ્કાઉટ ગાઈડ અને ઇકો ક્લબ ધબકતી રહી છે. શ્રેષ્ઠ શાળા એવોર્ડ એ માત્ર સન્માન નથી 50 વર્ષની તપસ્યા, સંકલ્પ અને શૈક્ષણિક પ્રયોગ શીલતા અને મૂલ્ય આધારિત શિક્ષણનું જીવંત પ્રમાણપત્ર છે.- ડૉ. જય ધ્રુવ, CDO ,NGES પાટણ.
શ્રેષ્ઠ શાળા પુરસ્કાર મારા સ્નેહી શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને અર્પણ કરું છું. – ડૉ. ઝુઝારસંગ સોઢા ,આચાર્ય
સમગ્ર ટ્રસ્ટીગણ એ શાળાના આચાર્ય પર મુકેલ વિશ્વાસ અને આપેલ હૂંફ તથા પ્રેરણા બદલ શાળાના આચાર્યએ આભાર વ્યક્ત કરેલ. શાળાને શ્રેષ્ઠ શાળા એવોર્ડ મળવા બદલ સમગ્ર ટ્રસ્ટગણ અને ખાસ કરીને એન.જી.એસ. કેમ્પસના ખૂબ જ ઉત્સાહી અને ઇનોવેટર CDO ડૉ . જય ધ્રુવ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
