Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ જિલ્લામાં LED લાઈટ બની અકસ્માત નુ કારણ જીવલેણ બની રહેલી તેજ LED લાઈટો વાહનોમાં ક્યારે થશે બંધ.
ગુજરાત

પાટણ જિલ્લામાં LED લાઈટ બની અકસ્માત નુ કારણ જીવલેણ બની રહેલી તેજ LED લાઈટો વાહનોમાં ક્યારે થશે બંધ.

Rajeshkumar Jadav
Last updated: February 20, 2026 9:26 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

પાટણ જિલ્લામાં LED લાઈટ બની અકસ્માત નુ કારણ જીવલેણ બની રહેલી તેજ LED લાઈટો વાહનોમાં ક્યારે થશે બંધ.

કેપિટલ મેસેજ, ન્યુઝ 

સમી-બાસ્પા રોડ પર ટ્રક-બોલેરો અકસ્માતે ઊભા કર્યા ગંભીર પ્રશ્નો- રાત્રીના ઝગમગાટથી ડ્રાઈવરનું ધ્યાન ભંગ-વધતા અકસ્માતોને લઇ કડક પ્રતિબંધની માંગ તેજ

વાહનચાલકોમાં રોષ : નિયમ વિરુદ્ધ લાઈટો પર તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

પાટણ જિલ્લામાં વધતી જતી અતિ તેજ LED હેડલાઈટો હવે સીધું જીવલેણ જોખમ સાબિત થઈ રહી છે. સમી તાલુકાના બાસ્પા ગામ નજીક ખોડિયાર હોટેલ પાસે રાત્રી સમયે બનેલા ગંભીર માર્ગ અકસ્માતે આ સમસ્યાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધી છે.

સમી-બાસ્પા રોડ પર સામેથી આવતી ટ્રકની અડફેટે ખારી ભરેલી બોલેરો પીકઅપ અથડાતાં વાહનને ભારે નુકસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ ટ્રકમાં લગાવેલી અત્યંત તેજ LED લાઈટના ઝગમગાટથી બોલેરો વાહનના ડ્રાઈવરનું ધ્યાન ભંગ થતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

અકસ્માતનું મુખ્ય કારણ ચમકદાર LED પ્રકાશ

સ્થાનિક લોકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ આજકાલ મોટાભાગના ભારે વાહનોમાં નિયમ વિરુદ્ધ અત્યંત તેજ સફેદ LED લાઈટ લગાવવામાં આવે છે. રાત્રે સામે થી આવતી આ લાઈટ સીધી આંખમાં પડતાં ડ્રાઈવરને થોડી સેકન્ડ માટે કશું દેખાતું નથી અને એ જ ક્ષણ અકસ્માતનું કારણ બની જાય છે.

ખાસ કરીને ગ્રામ્ય માર્ગો અને રાજ્ય માર્ગો પર આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. સંકુચિત રસ્તાઓ, વળાંકો અને અંધારા વિસ્તારોમાં તેજ લાઈટ સીધું જાનલેણ જોખમ ઉભું કરે છે.

અકસ્માતો વધી રહ્યા છે જેનું મુખ્ય કારણ LED લાઈટ પ્રકાશ :

સ્થાનિકોના કહેવા મુજબ છેલ્લા સમયમાં પાટણ જિલ્લામાં રાત્રિના અકસ્માતોમાં વધારો નોંધાયો છે અને તેમાં મોટાભાગે અતિ તેજ લાઈટ મહત્વનું કારણ બનતી હોય છે.

ડ્રાઈવરોનું કહેવું છે કે

More Read

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી
ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ડભોઇ માર્ચમાં જ વૈશાખ જેવી ગરમી, બપોરના સમયે હાઇવે અને બજારોમાં લોકડાઉન જેવી સ્થિતિ
ડભોઇ તાલુકાના કરનાળી- પીપળીયા માં રેતીમાફિયા ફરી બેફામ બન્યા:

“સામેથી આવતી LED લાઈટથી રસ્તો જ દેખાતો નથી થોડા સેકન્ડ અંધારું છવાઈ જાય છે.”

નિયમ હોવા છતાં અમલ નહીં -પાટણ જિલ્લામાં અમલ ક્યારે.

મોટર વાહન નિયમો મુજબ વાહનમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ તેજ હેડલાઈટ, વધારાના પ્રોજેક્ટર, બ્લાસ્ટર અથવા હાઈ-ફોકસ LED લગાવવું ગેરકાયદેસર છે. તેમ છતાં ખુલ્લેઆમ આવી લાઈટો લગાડવામાં આવી રહી છે અને તેની સામે કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી.

તંત્ર સામે માંગણીઓ:

સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોએ તંત્ર સમક્ષ નીચે મુજબ માંગ ઉઠાવી છે-નિયમ વિરુદ્ધ LED લાઈટ ધરાવતા વાહનો સામે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેમજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન વિશેષ ડ્રાઈવ હાથ ધરી આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.ગેરકાયદેસર લાઈટ સ્થળ પર જ ઉતરાવી જપ્ત કરવામાં આવે અને વારંવાર ભંગ કરનાર વાહનોનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરાય અને ગ્રામ્ય માર્ગો પર સુરક્ષા અભિયાન ચલાવવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.

સુરક્ષા માટે જરૂરી પગલાં જો વિશેષજ્ઞોના મત મુજબ જોઈએ તો જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવી લાઈટો “મોબાઈલ અકસ્માત” સમાન જોખમ બની શકે છે. આંખ પર પડતો અચાનક તેજ પ્રકાશ ડ્રાઈવરનું રિએક્શન ટાઈમ ઘટાડે છે અને સીધું ટક્કરનું કારણ બને છે.

તંત્રની તાત્કાલિક જવાબદારી:

આ ઘટના માત્ર એક અકસ્માત નહીં પરંતુ માર્ગ સુરક્ષાનો ગંભીર એલાર્મ છે. માર્ગ સલામતી માટે LED હેડલાઈટના ગેરકાયદેસર ઉપયોગ પર કડક નિયંત્રણ હવે અનિવાર્ય બની ગયું છે. લોકો માંગ કરી રહ્યા છે કે પાટણ જિલ્લામાં વિશેષ અભિયાન ચલાવીને આવી લાઈટો સંપૂર્ણ બંધ કરાવવામાં આવે.હાલ તાજેતરમા સમી તાલુકામાં બનેલ અકસ્માત ઘટનામા અત્યંત તેજ LED લાઈટના ઝગમગાટથી બોલેરો વાહનના ડ્રાઈવરનું ધ્યાન ભંગ થતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ આંખના વિભાગમાં કીકી પ્રત્યારોપણ (Corneal transplantation) ની નવી સુવિધા ઉપલબ્ધ
Next Article સમી શહેરમાં ગટર સમસ્યા યથાવત : વર્ષોથી ગંદા પાણીમાં જીવતા નાગરિકો, તંત્ર સામે આક્રોશ વધ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video