રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર .અડીયા દ્વારા વ્યસનમુક્તિ ની વાત લઈ સોઢવ ગામે પ્રા.શાળામાં પહોંચ્યા નરેશભાઈ પટેલ

આજ રોજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આશીર્વાદ તેમજ નશામુક્ત ભારત અંતર્ગત અને તમાકુ નિયંત્રણ સેલ,આરોગ્ય શાખા પાટણ ના માર્ગદર્શન અનુસાર,મારું ગામ વ્યસનમુક્ત ગામ, સ્વચ્છ અને સુંદર ગામ, મારી શાળા તમાકું મુક્ત શાળા તેવી નેમ સાથે સોઢવ પ્રા.શાળામાં નશામુક્તિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ.. જેમાં જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશભાઈ પટેલ દ્વારા તમાકુ, બીડી, સિગારેટ, ચલમ, દારૂ જેવા વ્યસનોથી બચવા, અને પરિવાર માં કોઈ વ્યસન કરતું હોય તો તેને બચાવવા ખુબ ઊંડાણ પૂર્વક બાળકોને લાગણી સભર માર્ગદર્શન આપવામાં આવેલ. સાથે સાથે વ્યસન થી થતાં શારીરિક, આર્થિક, સામાજિક અને માનસિક નુક્સાન કેવીરીતે થાય તેની સમજ આપવામાં આવી.

તેમજ બાળકોને એક વાર્તા દ્વારા પપ્પા પાસેથી વ્યસન ની ગિફ્ટ કેવીરીતે માગી શકાય તેની જાણકારી આપવામાં આવી. સાથે સાથે પ્રા.આ.કે.અડિયા ના સુપરવાઈઝર ભગવાનભાઈ દ્વારા આરોગ્ય લક્ષી શિક્ષણ તેમજ પર્યાવરણ અને સ્વદેશી ની વાત કરી રાષ્ટ્ર હિત ની વાતો કરવામાં આવી અને વ્યસનમુક્ત પરિવાર નું મહત્વ સમજાવવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમ નું આયોજન આયુષ્યમાન આરોગ્ય મંદિર સોઢવ ની ટીમ દ્વારા કરવામાં આવેલ.કાર્યક્રમ ના અંતે નશામુક્તિ શપથ લેવામાં આવેલ.છેલ્લે શાળાના આચાર્ય દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.
