ડભોઇ મહુડી ભાગોળ રેલ્વે ફાટક વાહનચાલકો ધ્યાન આપો રેલ્વે ફાટક નંબર-21 સમારકામ અર્થે 1 થી 5 નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે બંધ રહેશે

કેપિટલ મેસેજ
Capital message
31, October, 2026
રેલવે પ્રશાસન દ્વારા જરૂરી મરામત કામગીરીને પગલે માત્ર રાત્રે 11:00 થી સવારે 05:00 વાગ્યા સુધી ફાટક બંધ રાખવાનો નિર્ણય
રેલવે વિભાગ દ્વારા ટ્રેક અને ફાટકની તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી રેલવે ફાટક નંબર-21 પરથી પસાર થતા વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવી છે.રેલવે પ્રશાસન તરફથી મુકવામાં આવેલા સત્તાવાર સૂચના બોર્ડ મુજબ, રેલવે ફાટક સંખ્યા-21 તાત્કાલિક સમારકામ હેતુ તારીખ 01 નવેમ્બર 2026 થી 05 નવેમ્બર 2026 સુધી બંધ રહેશે. જાહેર જનતા અને વાહનવ્યવહારને દિવસ દરમિયાન અગવડ ન પડે તે માટે આ ફાટક માત્ર રાત્રિના 11:00 વાગ્યાથી સવારના 05:00 વાગ્યા સુધી જ બંધ રાખવામાં આવશે દિવસ દરમિયાન રાબેતા મુજબ વાહનવ્યવહાર ચાલુ રહેશે, પરંતુ રાત્રિના સમયે આ માર્ગ પરથી અવરજવર કરતા વાહનચાલકો તેમજ નાગરિકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને રેલવે તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
