ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ડભોઇ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયો

કેપિટલ મેસેજ
Capital message
28, October 2026
ડભોઇ: વડોદરા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું ગુજરાત સરકાર દ્વારા માત્ર ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વડોદરા સાથે અન્યાય કરાયાનો આક્ષેપ ખેડૂતોને તાત્કાલિક સહાય નહીં મળે તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની કોંગ્રેસની ચીમકી

ડભોઇ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં વડોદરા જિલ્લાનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આ મામલે ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ડભોઇ સેવા સદન ખાતે નાયબ કલેક્ટર (ડેપ્યુટી કલેક્ટર) મારફતે મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું અને વડોદરા જિલ્લાને પણ સત્વરે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરવામાં આવી હતી.ઓછા વરસાદ છતાં વડોદરા જિલ્લા સાથે ઓરમાયું વર્તન આવેદનપત્ર પાઠવ્યા બાદ કોંગ્રેસ અગ્રણીઓએ તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે માત્ર ચાર જિલ્લાઓને જ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. વાસ્તવિક આંકડા તપાસવામાં આવે તો વડોદરા જિલ્લામાં પણ ચોમાસા દરમિયાન માત્ર ૨૮ થી ૩૦ દિવસ જ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે અને ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. તેમ છતાં સ્થાનિક શાસકો અને નબળી નેતાગીરીના પાપે વડોદરા જિલ્લાની સતત ઉપેક્ષા કરી અન્યાય કરવામાં આવી રહ્યો છે.મહારાષ્ટ્રની જેમ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ:કોંગ્રેસના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ભાજપ સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ જાહેર કરી ખેડૂતોના બે-બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ વડોદરા જિલ્લાને તાકીદે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર અને સરકારી યોજનાઓના તમામ લાભો વહેલી તકે પહોંચાડવા જોઈએ. ઉગ્ર આંદોલનની ચીમકી:કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર દ્વારા વડોદરા જિલ્લાના ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે અને સહાય જાહેર નહીં થાય, તો આગામી દિવસોમાં ગાંધીનગર જઈને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુધીરભાઈ બારોટ ડભોઇ શહેર કોંગ્રેસના સતિષભાઈ રાવલ નૂર મહંમદ મહુડા વાળા અફજલભાઈ કાબાવાલા ગોપાલભાઈ જીનવાલા પુષ્પાબેન રાવળ કોકીલાબેન સુથાર પદાધિકારીઓ, કાર્યકરો અને સ્થાનિક ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી
