સ્વદેશી અપનાવો, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપો: ડભોઇમાં મેળાનું ઉદ્ઘાટન

ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન, સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણને મળશે પ્રોત્સાહન.
કેપિટલ મેસેજ
Capital message
27, October, 2026
ડભોઈ નગરપાલિકા દ્વારા ખેતીવાડી બજાર સમિતિ, ડભોઇના મેદાન ખાતે સ્વદેશી વસ્તુઓના વેચાણ અને સ્વદેશી કલા-કારીગરીને પ્રોત્સાહન આપવાના હેતુથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના ગુજરાત શહેરી આજીવિકા મિશન, ગાંધીનગરના આદેશથી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં લોકલ ફોર વોકલ અને ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીના સૂત્રને સાર્થક કરતા સ્વદેશી ચીજ વસ્તુઓ અને કલાત્મક વસ્તુઓ બનાવતા અને તેનું વેચાણ કરતા કારીગરો, સખી મંડળો ,તેમજ વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

સ્વદેશી મેળાના માધ્યમથી સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને પોતાની બનાવટની વસ્તુઓના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે. સાથે જ તેમની કલા અને કારીગરીને પ્રોત્સાહન મળવાની સાથે રોજગારીની નવી તકો પણ ઊભી થાય તથા અ કારીગરો આર્થિક રીતે વધુ પગભર થઈ આજીવિકા મેળવી શકે, જે શુભ આશ્રયથી ડભોઈ નગરપાલિકા દ્વારા આ સ્વદેશી મેળા ( શોપીંગ ફેસ્ટિવલ) નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડભોઇ નગર તથા તાલુકાના નાગરિકોને આ સ્વદેશી મેળામાં પધારવા અને સ્વદેશી વસ્તુઓને પોતાના જીવનમાં પ્રાધાન્ય આપવા અપીલ કરવામાં આવી હતીઆ ઉપરાંત સ્થાનિક કારીગરો અને સ્વદેશી વસ્તુઓ બનાવતા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે નગરજનોને મોટી સંખ્યામાં મેળાની મુલાકાત લેવા પણ નિમંત્રણ પાઠવવામાં આવે છે.સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધે, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ મળે તેવા હેતુ થી મેળાનું ઉદ્ઘાટન ડભોઇ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન રાવલ, ઉપપ્રમુખ નૂરમોહમદ મહુડાવાલા, કારોબારી ચેરમેન અફઝલભાઈ કાબાવાલા, તાલુકા કૉંગ્રેસ પ્રમુખ, એ.પી.એમ.સી. ચેરમેન મુકુંદભાઈ પટેલ, ચીફ ઓફિસર વિરાજ શાહ, આ મેળાનું આયોજન કરતા મેનેજર શ્રી અર્ચનાબેન પરમાર ઐન મહેશભાઈ પરમાર સહિત પાલિકાના કોર્પોરેટરો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
