પાટણ નવા સર્કિટહાઉસ ખાતે જિલ્લા ભાજપના આગામી કાર્યક્રમોના આયોજન માટે બેઠક યોજાઈ

27 ઓક્ટોબરે રેલવે સ્ટેશનથી હિંગળાચાચર ચોક સુધી ભવ્ય બાઇક રેલી યોજાશે
કેપિટલ મેસેજ
Capital message
પાટણ: પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ ની આગામી સમયમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોની પૂર્વતૈયારીઓ અને આયોજનને લઈને અગત્યની બેઠક મળી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.જે મુજબ, આગામી 27મી ઓક્ટોબરના રોજ પાટણ શહેરમાં એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ રેલી શહેરના રેલવે સ્ટેશનથી શરૂ થઈને હિંગળાચાચર ચોક સુધી યોજાશે.જેમાં સૂત્રોચાર,પ્લેકાર્ડ અને બેનરો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો બાઈકરેલીમાં જોડાશે.આ ઉપરાંત પક્ષ દ્વારા યુવા સંવાદ,પ્રબુદ્ધ નાગરિક સંમેલન, પત્રિકા વિતરણ,વિધાનસભા મુજબ સ્નેહમિલન અને બૌદ્ધિક સંવાદ જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.આ પ્રસંગે વડનગર થી વારાણસીમાં ગયેલા તમામ યુવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ આયોજન બેઠકમાં જિલ્લા પ્રભારી સત્યેનભાઈ કુલાબકાર,મહામંત્રીઓ સંજયભાઈ પટેલ, બાબુજી ઠાકોર તથા લાલજીભાઈ દેસાઈ, અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ,એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિત પક્ષના તમામ અપેક્ષિત હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
