પંચાસર ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘નમો ગાથા’ કાર્યક્રમ યોજાયો

કેપિટલ મેસેજ
Capital message
પાટણ: પંચાસર ગામ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘નમો ગાથા’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી પુષ્પાબેન ઠાકોર, શંખેશ્વર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભેમાભાઈ ચાવડા, કિસાન મોરચાના મહામંત્રી કનુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સેવા સંકલ્પ અભિયાન તથા ‘નમો ગાથા’ના ઉદ્દેશ્ય અને જનસેવા સાથે જોડાયેલા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગામના વડીલો, યુવાનો તથા ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓ અને ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
