Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » અંડરગ્રાઉન્ડ કેબલની ખોદકામ બાદ ખાડા પૂરાયા નહીં, સિદ્ધપુરમાં અકસ્માતનો ખતરો
ગુજરાત

અંડરગ્રાઉન્ડ કેબલની ખોદકામ બાદ ખાડા પૂરાયા નહીં, સિદ્ધપુરમાં અકસ્માતનો ખતરો

Rajeshkumar Jadav
Last updated: September 29, 2026 7:20 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

અંડરગ્રાઉન્ડ કેબલની ખોદકામ બાદ ખાડા પૂરાયા નહીં, સિદ્ધપુરમાં અકસ્માતનો ખતરો!

સ્કૂલે જતા સાયકલ સવાર બાળકો સહિત મહિલા ખાડામાં પટકાયા; સાંકડા રસ્તે વાહનચાલકો પણ જોખમમાં, UGVCL અને નગરપાલિકા સામે સ્થાનિકોમાં રોષ

 

કેપિટલ મેસેજ 

More Read

ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ડભોઇ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયો
રાધનપુરના ગણેશ પેટ્રોલિયમના ડીઝલની ગુણવત્તા સામે સવાલો, ગ્રાહકની રજૂઆત બાદ તપાસની ચર્ચા
ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ‘થનગનાટ 4.0’ની ભવ્ય ઉજવણી, ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાયા બાળગરબૈયાઓ
ઘરેથી તૈયાર થતાં કેડિયા અને ચણિયા-ચોળીને સ્વદેશી મેળામાં મળી નવી ઓળખ

Capital message

સિદ્ધપુર: ધર્મ ચકલા ટાવરથી પાંજરાપોળ તરફના માર્ગ પર UGVCLના કોન્ટ્રાક્ટર દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે કરાયેલા ખોદકામ બાદ ટ્રેન્ચનું યોગ્ય રીતે પુરાણ કરી રસ્તો સમતળ કરવામાં ન આવતા સ્થાનિકો માટે મુશ્કેલી અને અકસ્માતનું જોખમ ઊભું થયું છે. નવા ટાવર પાસે ખોદકામ બાદ એક ખાડો પૂર્યા વગર જ છોડી દેવામાં આવ્યો હોવાના કારણે ખાસ કરીને સ્કૂલે જતા સાયકલ સવાર બાળકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સાંકડા રસ્તા પર પસાર થતી વખતે સાયકલ સવાર બાળકો ખાડામાં પટકાઈ ઈજાગ્રસ્ત થયા છે. એક મહિલા પણ ખાડામાં પડી ઈજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત ટુ-વ્હીલર તેમજ ફોર-વ્હીલર વાહનો પણ ખાડામાં પટકાઈ અકસ્માત સર્જાવાની શક્યતા છે.

More Read

સ્વદેશી અપનાવો, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપો: ડભોઇમાં મેળાનું ઉદ્ઘાટન!
મીડિયાના અહેવાલનો ધારદાર પડઘો ડભોઈ-વેગા માર્ગ પર ‘સફેદ પટ્ટા’ દોરવાનું ભૂલેલું તંત્ર માત્ર ૧૦૦ કલાકમાં દોડતું થયું
પાટણની પદ્મનાથ સોસાયટીના શિવ બંગ્લોઝમાં લોકડાયરાનું આયોજન
ડભોઇના 14 ગામના ખેડૂતોનો પાવરગ્રીડ કંપની સામે મોરચો

અંડરગ્રાઉન્ડ કેબલનું કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય રીતે પુરાણ, લેવલિંગ અને સમારકામ કરવાની જવાબદારી હોવા છતાં કામગીરી અધૂરી હાલતમાં છોડી દેવાતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. કામ દરમિયાન UGVCLના જવાબદાર અધિકારીઓ દ્વારા કેવું સુપરવિઝન કરવામાં આવ્યું તે અંગે પણ સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે.

બીજી તરફ, સરકારી એજન્સી દ્વારા નગરપાલિકાનો રોડ ખોદવામાં આવે ત્યારે નિયમ મુજબ રોડની નુકસાની અને સમારકામ માટેની રકમ ભરપાઈ કરવામાં આવતી હોવા છતાં ખોદાયેલ માર્ગને તાત્કાલિક રીતે યોગ્ય બનાવવામાં આવ્યો નથી તેવી સ્થાનિકોની રજૂઆત છે.

સ્થાનિકોનું કહેવું છે કે, રસ્તો સંપૂર્ણપણે સમતળ કરી ખાડાઓનું તાત્કાલિક પુરાણ કરવામાં નહીં આવે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. UGVCL તથા નગરપાલિકા બંને તંત્ર જવાબદારી સ્વીકારી તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ રસ્તાનું યોગ્ય પુરાણ અને સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે. તંત્ર દ્વારા ઝડપી ઉકેલ લાવવામાં આવે તો ભવિષ્યમાં સંભવિત અકસ્માતો અટકાવી શકાય તેમ છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ , પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પી.પી.જી. એક્સપેરીમેન્ટલ હાઇસ્કૂલમાં ધોરણ 10ના વાલીઓની મિટિંગ
Next Article પાટણ LCBએ ગાભણ ભેંસની કતલનો અણઉકેલાયેલ ગુનો ઉકેલ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

સમી-શંખેશ્વર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: છોટા હાથી પલટી જતાં બે મહિલાનાં કરુણ મોત, ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

ગુજરાત

ડભોઇ તાલુકાના ધરમપુરી પ્રશાખા નહેરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે ખેડૂતોમાં રોષ

ગુજરાત

સિદ્ધપુરમાં પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ

ગુજરાત

વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ

ગુજરાત

સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video