પંથકમાં મોંઘવારીનો માર: ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

કેપિટલ મેસેજ
Capital message
ડભોઈ શહેર તેમજ સમગ્ર તાલુકામાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે શાકભાજીના રાજા સમાન ડુંગળીના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકાતા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીમાં વધારો થયો છે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ અચાનક આસમાને પહોંચી જતા રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
ભાવમાં સીધો ઉછાળો થોડા સમય પહેલાં જે ડુંગળી બજારમાં પ્રતિ કિલો ₹૨૦ થી ₹૩૦ના ભાવે મળતી હતી, તે જ ડુંગળીનો ભાવ આજે સીધો વધીને ₹૭૦ થી ₹૮૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.

રસોડાનો સ્વાદ બગડ્યો: રોજિંદા આહારમાં કોઈપણ શાક બનાવવું હોય કે દાળ-કડઢીનો વઘાર કરવો હોય, ડુંગળી અનિવાર્ય ભાગ છે. ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે ગૃહિણીઓ માટે ડુંગળી ખરીદવી પણ મુશ્કેલ બની ગઈ છે
મધ્યમ વર્ગ પર બોજો: પેટ્રોલ-ડીઝલ અને અન્ય કરિયાણાની ચીજવસ્તુઓમાં સતત થઈ રહેલા ભાવવધારા વચ્ચે હવે ડુંગળીના આકરા ભાવ સામાન્ય જનતાને ખરા અર્થમાં રડાવી રહ્યા છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, પાછળથી આવકમાં ઘટાડો થવાને કારણે ભાવમાં આટલો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારી સામે હવે ગરીબ અને સામાન્ય વર્ગ માટે ઘર ચલાવવું એક મોટો પડકાર બની ગયું છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
