Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇમાં વરસાદી કાસના કામમાં લાખોના આંધણની આશંકા!
ગુજરાત

ડભોઇમાં વરસાદી કાસના કામમાં લાખોના આંધણની આશંકા!

Rajeshkumar Jadav
Last updated: July 21, 2026 10:25 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

ડભોઇમાં વરસાદી કાસના કામમાં લાખોના આંધણની આશંકા!

 

ડભોઇ નાદોદી ભાગોળ થી તિલકવાડા રોડ નર્મદા કેનાલ સુધી આડેધડ ચાલતું વરસાદી કાસનું કામ, લાખો ના આંધણની આશંકા લોકોમાં સેવાઈ રહી છે…

કેપિટલ મેસેજ 

More Read

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ
રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!

Capital message 

ડભોઇના નાદોદી ભાગોળથી તિલકવાડા રોડ નર્મદા કેનાલ સુધીના માર્ગ પર હાલમાં રોડની બંને સાઈડ વરસાદી કાસ (ગટર) બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરીમાં સ્ટેટ હાઇવે વિભાગ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ જાતના ટેકનિકલ લેવલિંગ વગર થઈ રહેલા આ આડેધડ કામને કારણે ચોમાસામાં રોડ પર પાણી ભરાવાની અને કરોડો રૂપિયાનો ધુમાડો થવાની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે રોડના લેવલથી પણ ઊંચી કાસ બનાવી દેવાઈ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા રોડના સ્તર લેવલ ને ધ્યાનમાં રાખ્યા વગર જ વરસાદી કાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે નવાઈની વાત એ છે કે આ વરસાદી કાસ રોડના લેવલ કરતાં પણ ઊંચી બનાવી દેવામાં આવી છે! જો કાસ જ રોડ કરતાં ઊંચી હશે, તો રોડ પરનું વરસાદી પાણી કાસમાં કેવી રીતે જશે આ ટેકનિકલ ખામીના કારણે આગામી સમયમાં સમગ્ર રોડ બેટમાં ફેરવાઈ જશે અને વાહનચાલકો તેમજ સ્થાનિકો માટે ભારે મુશ્કેલી ઊભી થશે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી કરોડો રૂપિયા પાણીમાં જશે

More Read

ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીમાં વ્યાકરણ કાર્યશાળા
વ્યસનમુક્તિ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ
પાટણમાં પત્રકારો સાથે પોલીસ ની દાદાગીરી,કલેક્ટરને આવેદન

કામગીરીમાં માત્ર દીવાલો ચણી દેવામાં આવી છે પરંતુ આ એકત્રિત થયેલા પાણીનો અંતિમ નિકાલ ક્યાં અને કેવી રીતે કરવામાં આવશે, તેની કોઈ ચોક્કસ યોજના કે વ્યવસ્થા દેખાતી નથી આ અગાઉ નાંદોદી ભાગોળ થી વેગા સુધી પાણીના નિકાલની રોડની બંને સાઇડ પર કાંસ બનાવવામાં આવી હતી જેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં આ કાશ માંથી પાણી નો કોઈ નિકાલ દેખાતો ન હતો અને ઘણા સમય સુધી કોળી કટ રહી હતી અને ચોમાસા દરમિયાન આજુબાજુની સોસાયટીઓમાં પાણી ભરાવાના બનાવો બનતા રહ્યા હતા. આ અણઘડ આયોજનને જોઈને જનતામાં ચર્ચા જાગી છે કે સરકાર જનતાની સુવિધા માટે લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે, પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી લાખો રૂપિયા સીધા પાણીમાં જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે

અધિકારીઓ ગુલ્લીબાજ કોન્ટ્રાક્ટરની મનસ્વી કામગીરી નિયમ મુજબ જ્યારે પણ આટલો મોટો સરકારી પ્રોજેક્ટ ચાલતો હોય ત્યારે સ્ટેટ હાઇવે વિભાગના જવાબદાર ટેકનિકલ અધિકારીઓએ સ્થળ પર હાજર રહીને દેખરેખ રાખવાની હોય છે પરંતુ અહીં એક પણ અધિકારી ડોકાતા નથી અધિકારીઓની ગેરહાજરીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને અત્યંત તકલાદી નબળી ગુણવત્તાનું કામ કરી રહ્યા છે લોકોનો સવાલ જ્યાં જરૂર છે ત્યાં કેમ કામ નથી થતું

સ્થાનિક લોકોમાં એ વાતની પણ ઉગ્ર ચર્ચા છે કે જ્યાં ખરેખર વરસાદી પાણીના નિકાલની જરૂરિયાત છે ત્યાં તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી અને જ્યાં જરૂર નથી અથવા ઓછી જરૂર છે ત્યાં અધિકારીઓ આંખ આડા કાન કરીને ખોટા ખર્ચા કરાવી રહ્યા છે સ્થાનિક રહીશો અને વાહનચાલકોની માંગ છે કે સ્ટેટ હાઇવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરે કાસનું લેવલ રોડ કરતાં નીચું કરવામાં આવે જેથી પાણીનો યોગ્ય ભરાવો ન થાય અને નિકાલ થઈ શકે.

કોન્ટ્રાક્ટર દ્વારા કરાતા તકલાદી કામની તપાસ થાય અને અધિકારીઓની હાજરીમાં જ બાકીનું કામ પૂરું કરવામાં આવે જો સમય રહેતા તંત્ર ઊંઘમાંથી નહીં જાગે, તો આગામી ચોમાસામાં જવાબદારી લાગતા વળગતા વિભાગની રહેશે નુ રહીશો અને વાહન ચાલકોમાં ચર્ચા રહ્યું હતું.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article વૃક્ષારોપણના બદલે વૃક્ષવિનાશ: સરપંચ સામે સવાલ
Next Article સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભરતનાટ્યમ વિશારદમાં નિષ્ઠા દવેનો રાષ્ટ્રીય વિજય

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

ગુજરાત

ભરતભાઈ ચાવડા જિલ્લા કિસાન મોરચા મંત્રી બન્યા

ગુજરાત

રાધનપુરની પીવાના પાણીની ટાંકીના કામમાં બાળ મજૂરી

ગુજરાત

ડભોઇ થી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી

ગુજરાત

ખેતરનો રસ્તો બંધ: ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video