ડભોઇ SOU હાઈવે પર મોતનું જોખમ: 4 મહિનાથી વરસાદી કાંસનું કામ ટલ્લે, તંત્રની ઘોર બેદરકારી

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને જોડતો મુખ્ય માર્ગ અત્યારે વાહનચાલકો માટે જોખમી બની ગયો છે. ડભોઇ વેગા ચોકડીથી સરિતા ફાટક સુધીના માર્ગ પર વરસાદી કાંસ (ગટર) બનાવવાની કામગીરી છેલ્લા ચાર મહિનાથી અધ્ધરતાલ છે, જેના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મુખ્ય સમસ્યાઓ જે અકસ્માતને આમંત્રણ આપી રહી છે અધૂરું કામ: વરસાદી કાંસની કામગીરી શરૂ કર્યા બાદ કોઈ અગમ્ય કારણોસર છેલ્લા 4 મહિનાથી કામ બંધ કરી દેવામાં આવ્યું છેસુરક્ષાનો અભાવ: ખોદકામ કરેલી જગ્યાની આસપાસ કોઈ પણ પ્રકારના રેડિયમ બોર્ડ, બેરિકેટિંગ કે ચેતવણીના ચિહ્નો લગાવવામાં આવ્યા નથી.રાત્રિના સમયે જોખમ આ સ્ટેટ હાઈવે હોવાથી ચોવીસ કલાક હજારો વાહનોની અવરજવર રહે છે. રાત્રિના અંધારામાં ખુલ્લા ખાડાઓ દેખાતા નથી, જેને કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની ર છેવાહનચાલકોનો સવાલ જો આ બેદરકારીને કારણે કોઈ મોટી જાનહાનિ થશે, તો તેનો જવાબદાર કોણ? શું તંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છેલોકમાંગ અને વહીવટી તંત્રને અપીલ
હાલમાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ તાત્કાલિક કુંભકર્ણ નિદ્રામાંથી જાગે કાંસનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે.જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય, ત્યાં સુધી તાત્કાલિક ધોરણે રેડિયમ સૂચના બોર્ડ અને સુરક્ષા જાળી લગાવવામાં આવે જેથી અકસ્માતો અટકાવી શકાય.તંત્રની આ ઢીલી નીતિને કારણે પ્રવાસીઓમાં પણ ગુજરાતની છબી ખરડાઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે માર્ગ અને મકાન વિભાગ આ બાબતે કેટલી ઝડપથી એક્શન લે છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
