પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કિસાન મોરચાના પ્રદેશની ઉપસ્થિતમાં બેઠક યોજાઇ

દરેક ગામે કિસાન સંયોજકની નિમણૂક કરી સંગઠન મજબૂત કરાશે : હિરેનભાઈ હિરપરા
કેપિટલ મેસેજ, ન્યુઝ
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કિસાન મોરચાની મહત્વની પરિચય બેઠક અને માર્ગદર્શન શિબિર યોજાઈ હતી.પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં ખેડૂતોનેલક્ષી કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી
પાટણ જિલ્લાના સંગઠનની રચના થયા બાદ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેનભાઈ હિરપરાની પ્રથમ પરિચય બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય પાટણ ખાતે યોજાઈ હતી.પાટણમાં આગમન થતા પ્રદેશ પ્રમુખ બળદગાડામાં બેસી ભાજપ કાર્યાલયે આવ્યા હતા.જ્યાં કિસાન મોરચાના હોદેદારો દ્વારા તેમને આવકાર્યા હતા.બેઠકમાં પ્રદેશ પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે આગામી 1લી એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન સરલ એપના માધ્યમથી જિલ્લાના દરેક ગામે ‘કિસાન સંયોજક’ની નિમણૂક કરવામાં આવે. 10 ગામ દીઠ એક ઇન્ચાર્જની નિમણૂક કરી સંગઠનને પાયાના સ્તર સુધી લઈ જવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવશે.તેમજ ખેડૂતો સાથે સીધો સંવાદ કરવા માટે ‘નમો કિસાન સંવાદ'(ખાટલા બેઠકો) અને ૨૮ માર્ચના રોજ ‘મન કી બાત, ટીફીન કે સાથ’ જેવા કાર્યક્રમો દ્વારા ગામેગામ પ્રચાર કરવામાં આવશે.ભાજપના સ્થાપના દિવસ અને અખાત્રીજ જેવા પવિત્ર દિવસોએ ખેતરમાં જઈ ભૂમિ પૂજન કરી કૃષિ સંસ્કૃતિને પ્રોત્સાહન અપાશે તેવું તેમણે જણાવ્યું હતું.આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રકાશભાઈ પટેલ,પ્રદેશ મંત્રી મહેશભાઈ દેસાઈ, ભીખાભાઈ ખેર,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ,મહામંત્રી સંજયભાઈ પટેલ,કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,મહામંત્રી ભાવેશભાઈ જોષી, ભોજાભાઈ આહીર,મંત્રી જલ્પેશ પટેલ સહિત હોદેદારો હાજર રહ્યા હતા.
