Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ:રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર ધસી આવ્યા.
ગુજરાત

પાટણ:રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર ધસી આવ્યા.

Rajeshkumar Jadav
Last updated: March 13, 2026 7:09 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

પાટણ:રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર ધસી આવ્યા.

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

રાધનપુર શહેરમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફોન દ્વારા ગેસ બુકિંગ ન થવાના કારણે ગ્રાહકોને સીધા ગેસ એજન્સી પર જવું પડી રહ્યું છે, જેના કારણે નૈમિષ ગેસ એજન્સી ખાતે દિવસભર ભીડ અને ગેરવ્યવસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા 2 દિવસથી ફોન દ્વારા ગેસ બુકિંગ કરવાની વ્યવસ્થા યોગ્ય રીતે કામ કરતી નથી. ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિણામે અનેક ગ્રાહકો સિલિન્ડર મેળવવા માટે સીધા એજન્સી પર પહોંચતા લાંબી લાઈનો લાગી ગઈ હતી.

સવારથી જ મોટી સંખ્યામાં લોકો નૈમિષ ગેસ એજન્સી ખાતે ઉમટી પડતા ત્યાં અવ્યવસ્થા સર્જાઈ હતી. વૃદ્ધો, મહિલાઓ અને રોજગારી ધરાવતા લોકો પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા. ઘણા ગ્રાહકોના જણાવ્યા મુજબ, માત્ર એક સિલિન્ડર મેળવવા માટે પણ તેમને લાંબો સમય રાહ જોવી પડી રહી છે.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સી તરફથી વારંવાર “સર્વર ડાઉન છે” એવી વાત કહીને જવાબ આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. જેના કારણે સામાન્ય જનતાને અનાવશ્યક હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓમાં આવી ગેરવ્યવસ્થા સ્વીકાર્ય નથી. લોકોની સુવિધા માટે ફોન અને ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા સરળ અને સુલભ હોવી જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિમાં ગ્રાહકોને વારંવાર એજન્સીના ચક્કર લગાવવા પડે છે.

શહેરના નાગરિકોએ જવાબદાર તંત્રને અપીલ કરી છે કે ગેસ બુકિંગની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને ગ્રાહકોને ગેસ સિલિન્ડર મેળવવામાં સરળતા થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. સાથે જ એજન્સી ખાતે યોગ્ય વ્યવસ્થા અને પારદર્શિતા રાખવા માટે પણ માંગ ઉઠી રહી છે.

તો બીજી તરફ નૈમિષ ગેસ એજન્સી દ્વારા અગત્યની સૂચના તરીકે જણાવવામાં આવ્યું છે કે – કંપનીના નિયમ અનુસાર છેલ્લી રીફીલ ડિલિવરી લીધાના 25 પચીશ દિવસ પછીજ નવું બિલ બનશે. તેમજ વહેલું બુકીંગ થયેલ હોવા છતાં બિલ બનશે નહીં તો કંપનીના નવા નિયમ અનુસાર રીફીલ મળશે.આ બાબતે સ્ટાફ સાથે બિનજરૂરી તકરાર કરવી નહીં તેવું એજન્સીમાં બોર્ડમાં એજન્સી દ્વારા સૂચના પણ આપવામાં આવી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

More Read

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી
ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ડભોઇ માર્ચમાં જ વૈશાખ જેવી ગરમી, બપોરના સમયે હાઇવે અને બજારોમાં લોકડાઉન જેવી સ્થિતિ
ડભોઇ તાલુકાના કરનાળી- પીપળીયા માં રેતીમાફિયા ફરી બેફામ બન્યા:
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સિદ્ધપુર તાલુકામાં ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ માટે એચ.પી.વી રસીકરણ અભિયાનનો પ્રારંભ.
Next Article ડભોઈ નગરપાલિકાની મુદત પૂર્ણ:પ્રાંત અધિકારી વડોદરા ગ્રામ્ય વહીવટદાર તરીકે નિયુક્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video