પાટણના જૂનાગંજ વિસ્તારમાં નગરપાલિકાનું મેગા ડિમોલિશન શરૂ થતા રાજકીય ગરમાવો સર્જાયો.

કેપિટલ મેસેજ, ન્યુઝ
નવા શેડ પ્રોજેક્ટ માટે પાલિકાએ અંદાજે 20 થી 25 ખાણીપીણી લારીઓ અને એક કાયમી દબાણ દૂર કર્યું.
ટ્રાફિક અને ભીડ ઘટાડવા આયોજનબદ્ધ બજાર બનાવાશે એવો તંત્રનો દાવો.
ચીફ ઓફિસર મુજબ વેપારીઓને ભાડે એકસરખી જગ્યાઓ ફાળવાશે.

બીજી તરફ કોંગ્રેસે ભેદભાવનો આક્ષેપ કર્યો.
ગરીબ વેપારીઓ સામે જ કાર્યવાહી અને મોટા દબાણો સામે મૌન કેમ તે પ્રશ્ન ઉઠાવ્યો.
V-Mart શોરૂમની BU પરમિશન મુદ્દે પણ પગલાં ન લેવાયા હોવાનો આક્ષેપ.
નાના ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગણી.
વિકાસનો વિરોધ નહીં પરંતુ સમાન કાર્યવાહી જરૂરી હોવાનું કોંગ્રેસનું નિવેદન.
રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)
