Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં જાણીતી અને પ્રખ્યાત પટેલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં ગંદકીનો ગોટાળો! ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા
ગુજરાત

રાધનપુરમાં જાણીતી અને પ્રખ્યાત પટેલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં ગંદકીનો ગોટાળો! ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા

Rajeshkumar Jadav
Last updated: March 21, 2026 9:27 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

રાધનપુરમાં જાણીતી અને પ્રખ્યાત પટેલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં ગંદકીનો ગોટાળો! ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા

કેપિટલ મેસેજ, ન્યુઝ 

રાધનપુરમાં પટેલ આઈસ્ક્રીમ ખાવાના શોખીનો ચેતી જજો..!!

માસ્ક-ગ્લોઝ વગર વર્કરો દ્વારા પેકિંગ! ખાદ્ય સુરક્ષા નિયમોનો ખુલ્લેઆમ કરાઈ રહ્યો છેં ભંગ..

More Read

બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત
રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા: વોર્ડ નં. 1માં ગંદકી, ગટર અને ગંદુ પાણીથી રહીશો ત્રસ્ત
ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો; બજારમાં મંદીનો માહોલ
ડભોઇ નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય

તંત્ર હવે ઊંઘમાંથી જાગી સક્રિય અને સજાગ બને, અને લોકોના આરોગ્ય સાથે થતા આવા ગંભીર ચેડા સામે તાત્કાલિક તથા કડક કાર્યવાહી કરે તે સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.

ફૂડ વિભાગ અને પાલિકા સામે તાત્કાલિક કાર્યવાહીની લોકોમાં માંગ ઉઠી…

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રાધનપુર -સાંતલપુર નેશનલ હાઈવે ઉપર ભીલોટ ચોકડી ઉપર આવેલી પટેલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાંથી ચોંકાવનારી અને ગંભીર બેદરકારીનો મામલો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આઈસ્ક્રીમ જેવી સીધી રીતે આરોગ્ય સાથે સંકળાયેલી ખાદ્ય વસ્તુના ઉત્પાદન દરમિયાન જ સ્વચ્છતા અને સલામતીના નિયમોને પગેછાંદાં પાડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

More Read

ડભોઈ કાળઝાળ ગરમી વચ્ચે લાકડાના કોલા’ના કુદરતી શેરડીના રસની જબરી માંગ
ડભોઇ વિકાસ’ અંધારામાં! સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર લાઈટો ગુમ, પ્રવાસીઓ પરેશાન
ડભોઇ શહેર નાંદોદી ભાગોળ પાસેના તળાવમાં જંગલી વેલોના સામ્રાજ્યનો અંત,
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

મળતી માહિતી મુજબ, રાધનપુર–સાંતલપુર નેશનલ હાઇવે ઉપર ભીલોટ ચોકડી નજીક આવેલી આ ફેક્ટરીમાં કામદારો બિનસુરક્ષિત અને બિનસ્વચ્છ સ્થિતિમાં કામ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કામદારોના મોઢા ઉપર માસ્ક નથી, હાથમાં ગ્લોઝ નથી, ખુલ્લા વાળ સાથે અને પગમાં ચપલ પહેરીને જ આઈસ્ક્રીમના પેકેજિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.

આ દ્રશ્યો ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા માટે બનાવાયેલા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન દર્શાવે છે. આવી બેદરકારી સીધી રીતે ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. ખાસ કરીને આઈસ્ક્રીમ જેવા પ્રોડક્ટ્સમાં સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી હોય છે, છતાં અહીં સ્પષ્ટપણે નિયમોની અવગણના થઈ રહી છે.

પટેલ આઈસ્ક્રીમ એક જાણીતી બ્રાન્ડ હોવા છતાં આ પ્રકારની બેદરકારી સામે આવતાં લોકોમાં અસંતોષ ફેલાયો છે. ગ્રાહકોના મનમાં સવાલ ઊભો થયો છે કે શું તેઓ જે ખાદ્ય વસ્તુઓ ખરીદી રહ્યા છે તે ખરેખર સુરક્ષિત છે કે નહીં?

આ સમગ્ર મામલે ફેક્ટરી સંચાલન સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શું મેનેજમેન્ટ દ્વારા કામદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવતું નથી? શું સ્વચ્છતા અને સલામતી માટે કોઈ નિયંત્રણ જ નથી?

હવે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ સ્થાનિક નગરપાલિકાની કામગીરી પર પણ સવાલ ઊભા થયા છે. શું આવા ગંભીર ઉલ્લંઘન સામે તાત્કાલિક તપાસ હાથ ધરાશે? શું જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી મામલો ઠંડા બસ્તામાં મુકાઈ જશે?

More Read

રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ

સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે કે તંત્ર તાત્કાલિક સક્રિય બને, ફેક્ટરીની તપાસ કરે અને ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન સુનિશ્ચિત કરાવે. લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન ન થવી જોઈએ.

આ ઘટના તંત્ર માટે ચેતવણી સમાન છે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો આવી બેદરકારી ભવિષ્યમાં મોટા આરોગ્ય સંકટનું રૂપ લઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલું ઝડપથી અને કડક પગલાં ભરે છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ.કે.અડીયા દ્વારા વ્યસનમુક્તિ ની વાત લઈ ચંદ્રુંમણા ગામે પીએમશ્રી ચંદ્રુમણા પ્રા.શાળામાં પહોંચ્યા નરેશભાઈ “
Next Article ડભોઇ વિશ્વ ચકલી દિવસે અનોખી પહેલ:300થી વધુ ચકલીઘરોનું કરાયું વિતરણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ડભોઇ નગરમાં શ્રી વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી

ગુજરાત

ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ

ગુજરાત

ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

ગુજરાત

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી

ગુજરાત

ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video