ધારણોજ ગામમાં શ્રી જહુ માતાજી મંદિરની ભક્તિ મય માહોલ માં આઠમો પાટોત્સવ ઉજવાયો.

૧૦૦૮ પ. પુ. બળદેવનાથ બાપુના વરદ હસ્તે શ્રી જહું ઓગડવાડી, હરિહર હોલ અને યાત્રી માટેના રૂમોની શરૂઆત થઈ.
માતાજીની ભવ્ય શોભા યાત્રા વાલ્મીકિ સમાજની દીકરી જીયાબેન બળવંતભાઈ વાલ્મિકી અને રોહિત સમાજની દીકરી કુસુમબેન શૈલેષભાઈ પરમારના હસ્તે પ્રસ્થાન થઈ.
હવન-યજ્ઞ સહિત મંદિરના પરિસરે ભાતીગળ મેળામાં લોકોનું ઉમંગ જોવા મળ્યું.
પાટણ નજીકના ધારણોજમાં, સ્થળે શ્રી જહુ માતાજી મંદિરના પરિસરે ૫ ફેબ્રુઆરીની ગુરુવારના પવિત્ર દિવસે ભક્તિમય માહોલમાં ૮મો પાટોત્સવ અનેક ધાર્મિક ઉત્સવો અને ભાતીગળ મેળાના સાથે ઉજવાયો.

જહું માતાના મંદિર ખાતે ૮મો પાટોત્સવની અવસરે દેવ દરબારમાં જાગીર મઢના મહંત ૧૦૦૮ પ. પૂ. બળદેવનાથ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે માતાજીના ૮મા વાર્ષિક પાટોત્સવ અને ભાતીગળ મેળાનો આરંભ કરી ગૌ માતાની પૂજા કરી. તેમણે શ્રી જહું ઓગડ વાડી, હરિહર હોલ અને યાત્રીના રૂમોના લોકાર્પણ કરવા સાથે ઉપસ્થિત ભકતોને અશીર્વાદ આપ્યા.
માતાજીના ૮મો પાટોત્સવના ઉજવણી દરમિયાન સવારે ૬-૦૦ કલાકે માતાજીનો પૂજા-
અર્ચનાઓ અને અન્નકૂટ કરવામાં આવ્યો. ત્યારબાદ ૯-૦૦ કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા શરૂ થઈ. આ યાત્રા હજારો માઈભક્તોના જય જયકાર વચ્ચે વાલ્મીકિ સમાજની દીકરી જીયાબેન બળવંતભાઈ વાલ્મિકી અને રોહિત સમાજની દીકરી કુસુમબેન શૈલેષભાઈ પરમાર દ્વારા શરૂ થઈ. આ શોભાયાત્રાને ઠેરઠેર પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું. શોભાયાત્રા આખા ગામમાં ફરતી વિધિથી મંદિર સુધી પહોંચી.

મંદિર પરિસરે ભૂદેવો ના મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો આરંભ થયો. રાત્રે ૯-૦૦ કલાકે માતાજી સન્મુખ જાતર રમેલ યોજાયો. આખું ધરાણોજ ગામ જહુ માતાના ભક્તિના રંગમાં રંગાઈ ગયું.
ધારણોજ મુકામે આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહેનાર અને દર્શન-પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી.
આ પાટોત્સવમાં એક ખાસ ઉદાહરણ જોવા મળ્યું. અમેરિકા સ્થિત બાલીસણાના નરેશભાઈ પટેલ અને તેમના પરિવાર માતાજીના આશીર્વાદ લેવા દૂરથી આવ્યા. તેમણે પાટોત્સવના યજ્ઞમાં આહુતિ આપી તથા મહા આરતીનો લાભ લઈમા માતાજી પ્રત્યેની તેમની નિષ્ઠા દર્શાવી.
આા ૮મો પાટોત્સવ યાદગાર બનાવવા માટે જહું માતા મંદિરના ટ્રસ્ટી,નવિનભાઈ વાણીયા, રેવાભાઈ દેસાઈ તેમજ અન્ય ટ્રસ્ટી, ધારણોજ ગામના યુવાનો અને સ્વયં સેવા કાર્યકરો સાથે કામ કરીને મહેનત કરી.
