શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા બલોલ ગામે શ્રી લિમ્બચ માતાજીની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે 15 મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો.

કેપિટલ મેસેજ, ન્યુઝ
ધાર્મિક ઉત્સવો વચ્ચે 20 નવદંપતિએ સમાજની સાક્ષીએ પ્રભુતામાં પગરવ માડયા.

શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા મહેસાણાના બલોલ ગામની પવિત્ર ભૂમિ પર -ફાગણ માસમાં સમગ્ર નાયી જ્ઞાતિના કુળદેવી શ્રી લિમ્બચ માતાજીની અમીદ્રષ્ટિથી નવનિર્મિત મંદિરમાં
મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા નો ત્રિદિવસીય મહોત્સવ અને 15 મા સમૂહલગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર નાયી જ્ઞાતિના કુળદેવી શ્રી લિમ્બચ માતાજીના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ ધર્મધજા આરોહણ, જવેરા વાવવા અને દેહશુદ્ધિ પ્રાશ્ર્ચિત સાથે ભક્તિમય માહોલમાં યજ્ઞ પ્રારંભ,કર્મ કુટિર હોમ, પંચાંગ કર્મ,નવગ્રહ હોમમંડપ પ્રવેશ,સાયં પૂજા, અગ્નિ સ્થાપન,થાળ આરતી, બીજા દિવસે પ્રાતઃ પૂજન જલયાત્રા/શોભાયાત્રા, શાંતિ પુષ્ટિ હોમ, સ્તપનવિધિ/જલાધિવાસ/ધાન્યાધિવાસ,ધૃતાધિવાસ રૈયાધિવાસ,પ્રાસાદવાસ્તુ/દિક્ષુ-વિદિક્ષુ હોમ, સાર્યપૂજા,થાળ-આરતીજયારે ત્રીજા દિવસે માતાજીની મહાપૂજા પ્રાતઃપૂજન, દેવપ્રાણ પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠાનો મુખ્ય હોમ અને સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે મહા આરતીનાં પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર નાયી જ્ઞાતિના કુળદેવી શ્રી લિમ્બચ માતાજીના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે માતાજીના સાનિધ્યમાં આયોજિત 15 મા સમૂહલગ્નમાં 20 નવદંપતિએ સમાજની સાક્ષીએ સમાજના રિત રિવાજ મુજબ પ્રભુતામાં પગરવ માડતા સમાજ શ્રેષ્ઠીઓ દ્રારા નવદંપતી ને વિવિધ ભેટ સોગાદો અપૅણ કરી લગ્ન જીવનની શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યાં હતાં.

શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાચી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા મહેસાણાના બલોલ ગામની પવિત્ર ભૂમિ પર સમગ્ર નાયી જ્ઞાતિના કુળદેવી શ્રી લિમ્બચ માતાજીના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ની સાથે સાથે 15 મા સમૂહલગ્ન મહોત્સવ પ્રસંગને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ, મંત્રી સહિતના ટ્રસ્ટી ગણે અને દાતાઓ તેમજ તમામ વિભાગો ના પ્રમુખ મંત્રી તેમજ કારોબારી સભ્યો હોદ્દેદારો કાર્યકરો તેમજ સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકતૉઓએ ભારે જહેમત ઉઠાવી હતી.અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
