Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં ઇન્ડિયન ઓઇલ અને HPCLની સંયુક્ત મોકડ્રીલ યોજાઈ
ગુજરાત

રાધનપુરમાં ઇન્ડિયન ઓઇલ અને HPCLની સંયુક્ત મોકડ્રીલ યોજાઈ

Rajeshkumar Jadav
Last updated: November 27, 2026 11:53 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

રાધનપુરમાં ઇન્ડિયન ઓઇલ અને HPCLની સંયુક્ત મોકડ્રીલ યોજાઈ

આગ જેવી કટોકટીની સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરીનું જીવંત નિદર્શન; ફાયર ફાઇટિંગ, પ્રાથમિક સારવાર અને ઇમરજન્સી વ્યવસ્થાપન અંગે અધિકારીઓ-કર્મચારીઓને અપાઈ વ્યવહારુ તાલીમ

 

૨૭, નવેમ્બર, ૨૦૨૬

More Read

ડભોઇ તાલુકાના પીસાઈ ગામે દાતા પરિવારના સહયોગથી દુર્ગાબા પ્રવેશદ્વાર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું ભવ્ય લોકાર્પણ
ડભોઇમાં પ્રદૂષણ સામે સ્થાનિકોનો આક્રોશ
શિક્ષણ ક્ષેત્રે વણકર સમાજની પ્રેરણાદાયી પહેલ
ચાલો વિધાર્થીઓને ફરી શાળામાં વધાવીએ અને તેમની કળાઓને કંડારીએ.

કેપિટલ મેસેજ

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન દ્વારા ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ના સંયુક્ત ઉપક્રમે આપત્તિ વ્યવસ્થાપન અને ઇમરજન્સી સમયે ત્વરિત બચાવ કામગીરી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં આગ જેવી ગંભીર આપત્તિ સર્જાય ત્યારે જાનમાલનું નુકસાન અટકાવવા માટે કેવી રીતે સાવચેતી, સમયસૂચકતા અને સંકલન સાથે કામગીરી કરવી તેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.

More Read

સરસ્વતી તાલુકા બક્ષીપંચ મોરચાની કારોબારી જાહેર: 12 સભ્યોની નિમણૂક કરાઈ
રાધનપુરમાં આરોગ્ય વિભાગના કર્મચારીનો વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
ડભોઇમાં ₹300 કરોડના ખર્ચે 11 ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ
પાટણના દેશી લાલચટક અને મીઠા ગાજરની ખેતી પર સંકટ

મોકડ્રીલ દરમિયાન આગ લાગવાની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરીને ઇમરજન્સી એલર્ટ આપવાથી લઈને સ્થળ પર સુરક્ષાનાં પગલાં લેવા, ફાયર ફાઇટિંગ સાધનોનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવો અને આગને વધુ ફેલાતી અટકાવવાની કામગીરીનું પ્રેક્ટિકલ નિદર્શન કરાયું હતું. આ ઉપરાંત દુર્ઘટનામાં કોઈ વ્યક્તિ ઘાયલ થાય તો તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી અને એમ્બ્યુલન્સ મારફતે સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયા પણ સમજાવવામાં આવી હતી.

આ તાલીમનો મુખ્ય હેતુ કટોકટીના સમયે ગભરાયા વગર તાત્કાલિક નિર્ણય લઈ ટીમવર્ક અને પરસ્પર સંકલનથી અસરકારક કામગીરી કરી શકાય તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને વ્યવહારુ માર્ગદર્શન આપવાનો હતો. આવી મોકડ્રીલ દ્વારા કર્મચારીઓની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતા અને ઇમરજન્સી સામે લડવાની સજ્જતામાં વધારો થાય છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તો જાનમાલનું નુકસાન ઓછું કરી શકાય.

આ પ્રસંગે રાધનપુર મામલતદાર સહિત ઇન્ડિયન ઓઇલ તરફથી અમિત કુમાર મુરસાનિયા, દેવેન્દ્ર સિંહ બઠિયાલ, અંકુશ યાદવ, આયુષ પાલ, કરણપાલ યાદવ, સોનુ કુમાર અને લક્ષ્મણભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે HPCL તરફથી રાજકુમાર દિવ્ય બી. ત્રિપાઠી, HMEL તરફથી મહેન્દ્ર ચૌહાણ, સંદીપ પટેલ અને રાજેશ તથા GAIL તરફથી જીગર ચાવડા, સિયાન સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો જોડાયા હતા.

આ સંયુક્ત મોકડ્રીલ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ આપત્તિના સમયે ત્વરિત બચાવ, રાહત, પ્રાથમિક સારવાર અને સુરક્ષા વ્યવસ્થાની સજ્જતાનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ સ્થાનિક લોકોને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાધનપુર ખાતે યોજાયેલી આ મોકડ્રીલ દ્વારા ઇમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે સાવચેતી, તાલીમ અને વિભાગો વચ્ચેના સંકલનનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ

More Read

બાસ્પામાં આર્ય વિરાંગના દળની પાંચ દિવસીય સ્વરક્ષણ શિબિરનું ભવ્ય સમાપન
ડભોઇના વિખ્યાત વઢવાણા પક્ષી અભયારણ્યમાં પાણીની તંગી
તોલમાપમાં ગેરરીતિ: ખાટલા અને કાંટી પર વેપાર કરતા તત્વો દ્વારા ગ્રાહકોની ખુલ્લી લૂંટ!
ડભોઇ એસટી ડેપો બહાર મહિલા શૌચાલયના અભાવે મુસાફરોમાં
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે પોલીસનું મેગા ઓપરેશન: મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 5 શખ્સો ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

પાટણ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે પોલીસનું મેગા ઓપરેશન: મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 5 શખ્સો ઝડપાયા

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

કરોડોના ખર્ચે બનેલું સરિતા ફાટક સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે!

ગુજરાત

ડભોઇમાં રેલવેની બેદરકારી! ફાટકના અધૂરા સમારકામથી વાહનચાલકો પરેશાન

ગુજરાત

કમાલપુરની દીકરી GPSCમાં ચમકી, નજુપુરામાં ભણી ક્લાસ-2 અધિકારી બની!

ગુજરાત

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનો: MLA,PA સુરેશ ઠાકોરનો આક્ષેપ

ગુજરાત

₹ 7 હજાર પરત આપો તો જ પગાર: GEBના 140 સિક્યુરિટી ગાર્ડ્સનો આક્ષેપ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video