Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર કોલેજની NSS વાર્ષિક શિબિરનું ભવ્ય સમાપન – ગુલાબપુરામાં સપ્તાહભર સેવા, સ્વચ્છતા અને જાગૃતિના કાર્યક્રમો યોજાયા
ગુજરાત

રાધનપુર કોલેજની NSS વાર્ષિક શિબિરનું ભવ્ય સમાપન – ગુલાબપુરામાં સપ્તાહભર સેવા, સ્વચ્છતા અને જાગૃતિના કાર્યક્રમો યોજાયા

Rajeshkumar Jadav
Last updated: February 19, 2026 7:29 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુર કોલેજની NSS વાર્ષિક શિબિરનું ભવ્ય સમાપન – ગુલાબપુરામાં સપ્તાહભર સેવા, સ્વચ્છતા અને જાગૃતિના કાર્યક્રમો યોજાયા 

શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, આરોગ્ય જાગૃતિ, વ્યસનમુક્તિ અભિયાન, શિક્ષણ પ્રેરણા, મહિલા સશક્તિકરણ અંગે માર્ગદર્શન અપાયું…

કેપિટલ મેસેજ, ન્યુઝ

પાટણ જિલ્લાની રાધનપુર કોલેજ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત રાધનપુર તાલુકાના ગુલાબપુરા ગામે તા. 11/02/2026 થી તા. 17/02/2026 દરમિયાન સપ્તાહભર વાર્ષિક શિબિર યોજાઈ હતી. ગ્રામ વિકાસ અને સામાજિક જવાબદારીના સંદેશ સાથે યોજાયેલી આ શિબિરમાં સ્વયંસેવક વિદ્યાર્થીઓએ સેવા, સ્વચ્છતા અને જનજાગૃતિના અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા.

More Read

બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત
રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા: વોર્ડ નં. 1માં ગંદકી, ગટર અને ગંદુ પાણીથી રહીશો ત્રસ્ત
ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો; બજારમાં મંદીનો માહોલ
ડભોઇ નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય

શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, આરોગ્ય જાગૃતિ, વ્યસનમુક્તિ અભિયાન, શિક્ષણ પ્રેરણા, મહિલા સશક્તિકરણ અંગે માર્ગદર્શન તથા ગ્રામજનો સાથે સંવાદ જેવા લોકહિતકારી કાર્યક્રમો યોજાયા હતા. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે સકારાત્મક જોડાણ સર્જાતા શિબિરને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો.

શિબિરનો પૂર્ણાહુતિ સમારોહ તા.16 ફેબ્રુઆરીની રાત્રે ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં ટ્રસ્ટ પ્રમુખ ડૉ. મહેશભાઈ મુલાણીની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો હતો. કોલેજના આચાર્ય ડૉ. સી.એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરના સમાપન પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર, ડૉ. નવીનભાઈ ઠક્કર, ડૉ. પરેશભાઈ દરજી, નિકિતાબેન દરજી, બાર એસોશિયનના ઉપપ્રમુખ દિલીપભાઈ પૂજારા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનો દ્વારા NSS ની સેવાભાવી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યે જવાબદાર નાગરિક બનવા પ્રેરણા આપવામાં આવી. સ્વયંસેવકોને પ્રમાણપત્રો અને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવવામાં આવી.

More Read

ડભોઈ કાળઝાળ ગરમી વચ્ચે લાકડાના કોલા’ના કુદરતી શેરડીના રસની જબરી માંગ
ડભોઇ વિકાસ’ અંધારામાં! સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર લાઈટો ગુમ, પ્રવાસીઓ પરેશાન
ડભોઇ શહેર નાંદોદી ભાગોળ પાસેના તળાવમાં જંગલી વેલોના સામ્રાજ્યનો અંત,
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

સમગ્ર શિબિર તથા કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડૉ. તુષારભાઈ વ્યાસ અને ડૉ. સુરેશભાઈ ઓઝાએ સુચારુ રીતે કર્યું હતું. શિબિરના સફળ આયોજન બદલ કોલેજ પરિવાર, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી હતી.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ: શંખેશ્વરમાં સ્માર્ટ મીટર વિવાદ તીવ્ર બન્યો
Next Article બાળ મજૂરી નાબૂદી અભિયાન હેઠળ ૧૯૦ બાળકોને કામના સ્થળે શિક્ષણ: પાટણ જિલ્લા વહીવટી તંત્રનો સરાહનીય પ્રયાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ડભોઇ નગરમાં શ્રી વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી

ગુજરાત

ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ

ગુજરાત

ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

ગુજરાત

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી

ગુજરાત

ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video