પી.પી.જી. એકસપરીમેન્ટલ હાઇસ્કુલનો 50મો વાર્ષિકોત્સવ, શુભેચ્છા સન્માન કાર્યક્રમ તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

કેપિટલ મેસેજ, ન્યુઝ
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એકસપેરિમેન્ટલ હાઈસ્કુલ અને શ્રી વી.આર. પટેલ ઉ.મા. શાળા પાટણ હંમેશા શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી છે. શાળાનો 50મો વાર્ષિકોત્સવ, તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ કાર્યક્રમ અને વિદાયમાન તથા જુના શિક્ષકમાં નિમણૂક બદલ શિક્ષક ઓનો શુભેચ્છા કાર્યક્રમ એટલે કે ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ પદ શોભાવનાર જિલ્લાના શિક્ષણના વડા માન. જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી , કાર્યક્રમના ઉદઘાટક પ્રો. જય ધુવ ,CDO NGES પાટણ , મુખ્ય મહેમાન તરીકે સામાજિક કાર્યકર, પૂર્વ આચાર્ય પુનાસણ હાઇસ્કુલ, ફીદાઈ કેળવણી મંડળ ઉપપ્રમુખ માન .કનુભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. મેહુલ બી.પટેલ (પેથોકર લેબ , પાટણ ) વિદાયમાન શિક્ષક ભરતસિંહ ઠાકોર, જુના શિક્ષકમાં નવીન નિમણૂક પામેલ ડાહ્યાભાઈ દેસાઈ, પાયાની ઈંટ સમા શાળાના પૂર્વ સુકાનીઓ ડૉ. ધનરાજભાઈ ઠક્કર, ડૉ. અલકાબેન પટેલ શાળાના ઈ.આચાર્ય ઝુઝારસંગ સોઢા, ભગિની સંસ્થાઓના આચાર્યઓ ડો.ચિરાગ પટેલ, સંજયભાઈ પંચોલી. ડૉ. હિતેશ વિરમગામી , ડૉ. રીટાબેન પરીખ, ડૉ.ક્રીનાબેન શાળાના બંને સુપરવાઈઝરઓ હર્ષદભાઈ ડામોર તથા ગમનભાઈ સુથાર શાળાના કોર્ડીનેટર યોગેશભાઈ પટેલ સહિત સમગ્ર શાળા પરિવાર શાળાના નિવૃત્ત સારસ્વત મિત્રો વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો શુભારંભ સંગીત પ્રેમી વિપુલભાઈ સોલંકી અને પ્રાર્થના વૃંદ દ્વારા સુંદર પ્રાર્થનાના ગાન દ્વારા કરવામાં આવેલ. મા સરસ્વતી સન્મુખ દીપોત્સવ કરીને કાર્યક્રમને મહેમાનોના હસ્ત કમલથી વિધિવત રીતે ખુલ્લો મુકેલ.
કાર્યક્રમની શોભા વધારનાર એવા મંચસ્થ મહાનુભાવોનો પરિચય અને શાળાની ટૂંકી સફર અને શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સિધ્ધિઓની વિગતે ચર્ચા શાળાના ઈ.આચાર્ય ડૉ.ઝુઝારસંગ સોઢા દ્વારા રજુ કરવામાં આવી.
ભારતીય પરંપરા મુજબ પધારેલ સૌ મહેમાનોનું સ્વાગતગીત થકી સ્વાગત ઉપરાંત સાલ , પ્લાન્ટ,પુસ્તક અને ખાદીના રૂમાલથી સન્માન કરવામાં આવેલ.
સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં વિશેશ સિદ્ધિ મેળવવા બદલ શિક્ષકઓનું સન્માન કરવામાં આવેલ.
જેમાં શાળાના પ્રવર્તમાન ઈ .આચાર્ય ડૉ. ઝુઝારસંગ સોઢાનું મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ બદલ સન્માન, ડૉ.દાનેશભાઈ મોદીનું લેખન કાર્ય, ph.d.પદવી, જિલ્લા કક્ષાએ ઇનોવેશન ફેરમાં ભાગ બદલ સન્માન, સારિકાબેન રાજ્ય કક્ષાએ વિધાર્થીઓને નૃત્યના માર્ગદર્શક બદલ, વિપુલભાઈ સોલંકી લોકગીત ગાયનમાં પ્રદેશ કક્ષાએ ભાગ તથા વાદનના માર્ગદર્શક બદલ સન્માન, NSS કામગીરી બદલ ભાવેશભાઈ રાવળ તથા NCC કામગીરી બદલ પ્રશાંતભાઈ પટેલનું સન્માન, સ્વછતા તથા ગાર્ડન સંવર્ધન બદલ સન્માન, પર્યાવરણની સુંદર કામગીરી બદલ હિતેશ રાવલ તથા કોઇપણ રિપેરિંગ કામ તાત્કાલિક કરવા બદલ હેતલ પટેલનું સન્માન

શાળામાં સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય અને પ્રદેશકક્ષાએ શાળાને ગૌરવ અપાવનાર વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમતગમતમાં સિદ્ધિ મેળવેલ તથા ધોરણ 10 અને 12ની શૈક્ષણિક સિદ્ધિ બદલ 140થી વધુ વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે સન્માન કરવામાં આવેલ.
સમગ્ર બે વર્ષમાં શાળામાં પોતાની અલગ જ છાપ ઊભી કરનાર એવા માધ્યમિક વિભાગના બે વિદ્યાર્થીઓ જોશી શ્રદ્ધા અને અર્જુન નું તથા ઉ.મા. વિભાગ માંથી પણ બે વિદ્યાર્થીઓ આસ્થા દરજી અને વૈદિક ગામેતીનુ આદર્શ વિદ્યાર્થી તરીકે સન્માન કરવામાં આવેલ.
શાળામાં લાંબા અરસાની નોકરી કરીને વિદાયમાન શિક્ષક ભરતસિંહ ઠાકોર તથા જુના શિક્ષક તરીકે નિમણૂક પામેલ ડાહ્યાભાઈ દેસાઈને શ્રીફળ ,સાકર , રોકડ પુરસ્કાર, સન્માનપત્ર/સેવા વંદના તથા સાલ ઓઢાડીને વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં
ગૌરવભેર સન્માન કરવામાં આવેલ . સન્માન પત્ર વાંચન મનીષાબેન ખત્રી તથા મહેશભાઈ ઠાકોરે કરેલ. વિદાયમાન શિક્ષકઓએ પોતાના ભાવ પ્રતિભાવ રજૂ કરેલ. શાળા પરિવાર વતી શિક્ષકઓ માટે પોતાના પ્રતિભાવો અને શુભેચ્છાઓ બી કે રાજન આપેલ.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લગભગ પાંચ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી કરાવીને સૌને મંત્રમુગ્ધ કરી દેવામાં આવેલ. ઉપસ્થિત મહેમાનઓએ શાળાના ભવ્ય ભૂતકાળની સાથે પ્રવર્તમાન સમયમાં શાળાની પ્રગતિ અને શાળાને ચાલુ વર્ષે મળેલ શ્રેષ્ઠ શાળા પુરસ્કાર એવોર્ડની સરાહના કરતા ડૉ.જય ધ્રુવે જણાવેલ કે આવનાર
જૂન 2026માં શાળા ૫૦ વર્ષ પૂર્ણ કરે છે તે ખુશીમાં ભવ્ય ઉજવણીની સાથે સમાજને શિક્ષણની એક નવી દિશા આપવાની પહેલ કરવામાં આવશે.

જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી શાળાની સિદ્ધિઓ બિરદાવી અને સમર્પિત ભાવથી કરેલ શિક્ષણ કાર્ય હમેંશ દીપી ઊઠે છે જીવનમાં પડકારો સામે લડી સફળતા તરફ આગળ વધવું જોઈએ એવું આહ્વાન કરેલ.
સમગ્ર વર્ષની સમરી અને શાળાની એક વર્ષની સફરને કંડારવા શાળા પરિવાર દ્વારા તૈયાર થયેલ સુંદર ઈ બુલેટિન 2.0નું વિમોચન માન. જિલ્લા શિક્ષણાધિકારી, પ્રો.જય ધ્રુવ CDO,NGES તથા વિશેષ મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
વિદાયમાન બને શિક્ષકો ભરતસિંહ ઠાકોર તથા ડાહ્યાભાઈ દેસાઈ દ્વારા તમામ વિધાર્થીઓ માટે સુંદર અલ્પાહાર તથા આમંત્રિત સહિત શાળા પરિવાર માટે ભોજનનું આયોજન કરેલ. વિદ્યાર્થીઓની વિશેષ
સિદ્ધિ માટે ડાહ્યાભાઈ દેસાઈ તરફથી રૂ. ૧૧,૦૦૦ ના વ્યાજમાંથી ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવેલ . મુખ્ય મહેમાન કનુભાઈ પટેલ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ૫૦૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. શાળા પરિવારે કૃતજ્ઞતાની લાગણી સાથે ત્રઋણ સ્વીકાર કરેલ.
સમગ્ર કાર્યક્રમની આભારવિધિ સુપરવાઈઝર હર્ષદભાઈ ડામોર સુથાર દ્વારા કરવામાં આવેલ, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.દાનેશભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું. શાળાના તમામ સ્ટાફ સભ્યોને એક યાદગાર મોમેન્ટ અર્પણ કરવામાં આવી , સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફે હૃદય ભાવથી કરેલ મહેનતને બિરદાવી અભિનંદન પાઠવેલ.
