પાટણ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માટે કાઉન્સેલરોની નિમણૂક કરાઈ

વિધાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપે અને મુંઝવતા પરીક્ષાલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકશે
કેપિટલ મેસેજ, ન્યુઝ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૨૬/૦૨/૨૦૨૬થી શરૂ થતી ધોરણ-૧૦ (એસ.એસ.સી.) તથા ધોરણ-૧૨ (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહના રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભયમુક્ત અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે હેતુસર કાઉન્સેલરોની નિમણૂક કરવામાં આવી છે.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ઉદ્ભવતા માનસિક તાણ, અભ્યાસ આયોજન, સમય વ્યવસ્થાપન તેમજ પરીક્ષાલક્ષી પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લાના અનુભવી શિક્ષણવિદો અને માર્ગદર્શકોને કાઉન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મૂંઝવણ, તણાવ અથવા માર્ગદર્શનની જરૂર જણાય તો તેઓ નીચે દર્શાવેલ મોબાઇલ નંબરો પર સંપર્ક કરી કાઉન્સેલિંગ મેળવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા કક્ષાની પરીક્ષા માટે વાલીઓ અને વિધાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીકચેરી પાટણ ખાતેનો કંટ્રોલરૂમ સવારના ૭:૦૦ થી રાત્રીના ૦૮:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. કંટ્રોલરૂમનું સરનામું : સરકારી શ્રીમતી કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલ,ભદ્ર, પાટણ તા.જિ.પાટણ ફોન નં. (૦૨૭૬૬)૨૩૧૦૩૭ રહેશે.
