ડભોઇ વડોદરી ભાગોળ કાછીયાવાડ સ્થાનિકો એકત્ર થઈને વિરોધ કરવામાં આવ્યો હતો પ્રદૂષણ હટાવો પ્રદૂષણ હટાવો સૂત્રચાર કરીને તંત્રને જગાવાનો પ્રયાસ કરી રહ્યા છે

૨૫, નવેમ્બર, ૨૦૨૬
કેપિટલ મેસેજ
ડભોઇના રહેણાંક વિસ્તારમાં ધમધમતા કલરના કારખાનાથી સ્થાનિકો ત્રાહિમામ્ ઝેરી રંગ પદૂષણ ફેલાઈ રહ્યું છે બાળકો બીમાર પડતા હોવાનો આક્ષેપ ડભોઇના વડોદરી ભાગોળ અને કાછીયાવાડ (દયારામ સ્કૂલ પાસે) જેવા રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતા તિજોરી-કબાટ બનાવવાના અને કલર કામ કરતા કારખાનાઓને કારણે સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. કારખાનામાંથી ઉડતા ઝેરી કલર અને અસહ્ય ઘોંઘાટથી ત્રાસી ગયેલા રહીશોએ નગરપાલિકા અને પોલીસ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક અસરથી આ કારખાના બંધ કરાવવાની માંગ કરી છે.
સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે.
વડોદરી ભાગોળ વિસ્તારના અંદાજે ૧૫ જેટલા પરિવારો આ સમસ્યાથી સીધી રીતે પ્રભાવિત થયા છે સ્થાનિક મહિલા રહીશોના જણાવ્યા અનુસાર, કારખાનામાં મશીન દ્વારા કલર કામ થતું હોવાથી હવામાં ઝેરી રંગના રજકણો ઉડે છે જે સીધા લોકોના ઘરોમાં પ્રવેશે છે આ ઝેરી કલરના કારણે શ્વાસ અને અન્ય ગંભીર બીમારીઓ ફેલાઈ રહી છે. સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ કલરના કારણે થયેલી બીમારીથી તેમના પરિવારના એક વૃદ્ધા (દાદી સાસુ) નું અવસાન થયું છે અને વિસ્તારમાં દર મહિને કોઈ ને કોઈ બાળક બીમાર પડે છે ઉપરના માળે રહેતા પરિવારો બારી-બારણાં પણ ખોલી શકતા નથી, જેથી મજબૂરીમાં નીચેના માળે રહેવા આવવું પડ્યું છે સોલર પેનલો અને વાહનોને પણ ભારે નુકસાન પ્રદૂષણની સાથે-સાથે રહીશોને આર્થિક નુકસાન પણ વેઠવું પડી રહ્યું છે સોલર પેનલ ખરાબ ઘરોની છત પર લગાવવામાં આવેલી સોલર પેનલો પર કલરના થર જામી જવાથી તમામ પેનલો બિનઉપયોગી અને ખરાબ થઈ ગઈ છે.

વાહન ચાલકોને જોખમ: વિસ્તારમાં પાર્ક કરાયેલી ફોર-વ્હીલર ગાડીઓના કાચ પર કલરના છાંટા ઉડવાથી કાચ ધૂંધળા થઈ ગયા છે, જેના કારણે રાત્રિના સમયે વાહન ચલાવવું જોખમી બન્યું છે ધ્વનિ પ્રદૂષણ: કારખાનામાં મોડી રાત સુધી ઓજારોનો અવાજ ચાલુ રહેતો હોવાથી સિનિયર સિટીઝનોની શાંતિ હણાય છે અને બાળકો અભ્યાસ કરી શકતા નથી.તંત્રની ઉદાસીનતા સામે રોષ સ્થાનિક રહીશો દ્વારા આ મામલે ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી રજૂઆત કરવામાં આવી છે જોકે, તંત્ર દ્વારા માત્ર તપાસ કરીશું તેવા આશ્વાસનો આપવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ અધિકારી સ્થળ તપાસ માટે આવ્યા નથી. રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોને કોની રહેમનજર હેઠળ મંજૂરી આપવામાં આવી છે તેવા સવાલો સાથે સ્થાનિકોએ માંગ કરી છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ
