પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘સેવા સંકલ્પ સંવાદ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સુશાસનને જન-જન સુધી પહોંચાડવાનો નિર્ધાર
કેપિટલ મેસેજ
Capital message
પાટણ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષના સુશાસન અને સેવાકીય સંકલ્પ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘સેવા સંકલ્પ સંવાદ’ અને સહભોજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬’ અંતર્ગત યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં પાટણ જિલ્લાની ૧૦૦ અગ્રણી સામાજિક તથા સેવાકીય સંસ્થાઓના વડાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવની ઉપસ્થિતિમાં યોજાયેલ સંવાદમાં મોદીજીની વિકાસયાત્રા અને રાષ્ટ્રનિર્માણના કાર્યો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.

કાર્યક્રમના બીજા ચરણમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત તમામ અગ્રણીઓને ઓનલાઈન સંબોધન કર્યું હતું.આ અવસરે સામાજિક સંસ્થાઓના આગેવાનોએ જનકલ્યાણ અને સમાજસેવાના કાર્યોને વધુ વેગવંતા બનાવવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા મહામંત્રી સંજય પટેલ,બાબુજી ઠાકોર અને સમગ્ર અભિયાનના સંયોજક અશોકભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પાટણ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર જયેશ દરજી , સહ કન્વીનર ગોવિંદ પ્રજાપતિ
