વડોદરા ગ્રામ્ય વિભાગમાં ‘તેરા તુજ કો અર્પણ’નું આયોજન

ડભોઇ ડીવીઝનના ઈંસ્પેક્શન તથા વડોદરા ગ્રામ્ય વિભાગનો તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ યોજાયો.
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
વડોદરા રેન્જના આઈ.જી.પી. સાહેબ સંદીપ સીંગના અધ્યક્ષ સ્થાને અને વડોદરા ગ્રામ્ય એસ.પી. સાહેબ સુશીલ અગ્રવાલ વિશેષ ઉપસ્થિતમા ડભોઇ ડીવીઝનનું ઈંસ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ સાથે તાલુકા સેવા સદનના કોન્ફરન્સ હોઈ ખાતે વડોદરા જીલ્લા ગ્રામ્ય વિભાગનો તેરા તુજ કો અર્પણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ગુમ થયેલ, ચોરી થયેલ તેમજ વિવિધ ગુનાઓમાં રિકવર કરાયેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો.
ભારત સરકાર ના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન તરફથી સી.ઈ.આઇ.આર. પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકોના ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ હેન્ડસેટને પોલીસ વિભાગ દ્વારા શોધીને આ “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમમા મૂળ માલિકને પરત આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોઈપણ જાતાના કોર્ટ કચેરી ના ધક્કા વગર નાગરિકોને ઝડપી અને સરળતાથી તેમનો મુદ્દામાલ પરત મળી રહે તેમજ પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બને તેવો છે. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે આજના આ કાર્યક્રમમા 78 વ્યક્તિઓને અંદાજીત 17 લાખ જેટલી માતબર રકમ ની ચીજવસ્તુ મૂળ માલિકને પરત આપાવમાં આવ્યા હતા.

ગુજરાત પોલીસ દ્વારા લોકોની સેવા, સુરક્ષા અને વિશ્વાસ માટે સતત લોકહિતના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં ડી.વાય. એસ. પી. સાહેબ આકાશ પટેલ અને ડભોઇ પીઆઇ એ ડી પટેલ અને નગરપાલિકા પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર તથા જિલ્લાના તમામ પોલીસ ઈંસ્પેક્ટર , પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પોતાનો ખોવાયેલ કે ચોરાયેલ મુદ્દામાલ પરત મળતા લાભાર્થીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો તથા પોલીસની કામગીરીને બિરદાવી હતી. “પોલીસ પ્રજાનો મિત્ર” ની ભાવનાને સાર્થક કરતો આ કાર્યક્રમ લોકહિતમાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ
