માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..
કેપિટલ મેસેજ, ન્યુઝ
અંબાજી મુકામે સમગ્ર માડેચા પરિવાર દ્વારા 28 મો યજ્ઞોત્સવ સાથે તેજસ્વી તારલાઓ નું સન્માન કાર્યક્રમ તારીખ 26 -27 માર્ચ 2026 ના રોજ અંબાજી મુકામે ગણેશ ભવનમાં યોજાયો… 26 /3 /2026 ને ગુરુવારે રાત્રે ગણેશ ભવનમાં બાલ મંદિરથી કોલેજ સુધીના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું તેના ગિફ્ટ ના દાતા મુ. કુવારા તાલુકો સિદ્ધપુર ના રહેવાસી હાલ અમદાવાદ રહેતા સ્વ.રતિલાલ હરગોવનદાસ ઠક્કર પરિવાર વતી સતિષભાઈ, બીપીનભાઈ અને વિનોદભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું… માડેચા પરિવારના વડીલ શ્રી નારણભાઈ લક્ષ્મણજી ઠક્કર , નેદ્રોડાવાળા બાબુ કાકા તેમજ ખોડા કાકા, કુંવારા વાળા ઘનશ્યામભાઈ અમૃતલાલ ઠક્કર, અંબાજી વાળા લલીતભાઈ ઠક્કર, ડીસાથી રમેશ ભાઈ મફતલાલ ઠક્કર,ભીલડીના દેવચંદભાઈ ઠક્કર, મહેસાણા વાળા રાધેશ્યામભાઈ ત્રિભોવનદાસ ઠક્કર- દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા, તથા દ્વિજા કપિલ ભાઈ ઠક્કર દ્વારા રામ આયેંગે તો અંગના સજાઉંગી..આ સરસ મજા ના ધાર્મિક ગીત માં નૃત્ય કર્યું હતું. તેમજ વિધિ મહેશકુમાર ઠક્કર ભીલડીના વતની છે તેમણે બે તલવારથી સુંદર પોતાનું કૌશલ્ય રજૂ કર્યું હતું. આ બંને દીકરીઓને પણ રોકડ પુરસ્કાર ઇનામ આપી સન્માનિત કરાયા હતા . તેમજ કુંવારા વાળા નારણભાઈ લક્ષ્મણજી ઠક્કર દ્વારા ભણતર કેમ જરૂરી છે અને કેવી મુશ્કેલીમાં રતિભાઈ ભણ્યા હતા અને સ્ટેટ બેન્ક માં ક્લાર્ક તરીકે નોકરી મેળવી મેનેજર સુધીની જે તેમની કારકિર્દી હતી અને તે સફરમાં કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તેનો ચિતાર રજૂ કર્યો હતો. સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોને અને તેમના માતા-પિતાને પોતાના વક્તવ્યમાં બાળકોને અભ્યાસમાં ખૂબ આગળ લાવવા અને સાથે સાથે આપણી ધર્મ સંસ્કૃતિ અને સંસ્કાર ને પણ અગ્રતાક્રમ આપી બાળકોના જીવનમાં ભણતર સાથે ઘડતર કરવું તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.. કુવારા વાળા રમેશભાઈ લક્ષ્મણજી ઠક્કર , સુરેશભાઈ ખોડીદાસભાઇ ઠક્કર તેમજ તરુણભાઈ વિઠ્ઠલભાઈ ઠક્કર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું..

તારીખ 27/ 3 /2026 ને શુક્રવારે સવારે આઠ વાગે ગણેશ ભવનથી સમગ્ર પરિવાર દ્વારા 52 ગજની ધજા ના દાતા માતુશ્રી કાંતાબેન ધનજીદાસ ઠક્કર અંબાજી વાળા હસ્તક લલીતભાઈ તથા હરેશભાઈ પરિવારે ઘજાની પૂજા અર્ચન કર્યું હતું..ધજા લઈને કુળદેવી શ્રી અંબાજી માતાના મંદિરે સર્વે પરિવારો “બોલ મારી અંબે જય જય અંબે” ના જયઘોષ સાથે ઢોલ નગારા શરણાઈ ના સુરે નાચતા કુદતા પહોંચ્યા હતા. સવારે 8:00 વાગ્યાથી અંબાજી મંદિરમાં જ યજ્ઞોત્સવમાં કુંવારા વાળા પાર્થ રાજુભાઈ ઠક્કર, કુંવારા વાળા રાજુભાઈ નારણભાઈ ઠક્કર, રાજુભાઈ વિઠ્ઠલદાસ ઠક્કર થરાવાળા, સતિષભાઈ નવીનભાઈ ઠક્કર,તથા નાગજીભાઈ મફતલાલ ઠક્કર. આ પાંચ યજમાન હોય યજ્ઞ માં બેસવાનો લાભ લીધો હતો… તેમજ ભોજન ના દાતા કુવારાવાળા નારણભાઈ લક્ષ્મણજી ઠક્કર પરિવારે લાભ લીધો હતો.
સવારે 10:00 કલાકે સર્વે પરિવાર દ્વારા રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પધારેલા મહેમાનોનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના સર્વે પરિવારો તેમજ બહેન દીકરીઓ અને જમાઈ ઓને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સર્વે ભોજન પ્રસાદ લઈ માતાજીના દર્શન કરી પ્રસાદ લઈ અને છૂટા પડ્યા હતા.
