Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના વરદહસ્તે પ્રગતિ મેદાનમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ
ગુજરાત

જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના વરદહસ્તે પ્રગતિ મેદાનમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ

Rajeshkumar Jadav
Last updated: February 16, 2026 3:10 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના વરદહસ્તે પ્રગતિ મેદાનમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ

સ્વદેશી” શબ્દ માત્ર એક ઉત્પાદન નહીં પરંતુ દેશની મહેનત, કારીગરી, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતિક: પ્રમુખ હેતલબેન ઠાકોર

તા. ૧૬ થી ૨૨ ફેબ્રુઆરી સુધી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપતો મેળો ખુલ્લો રહેશે

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળના ગુજરાત શહેરી આજીવિકા મિશન (GULM)ના માર્ગદર્શન હેઠળ પાટણ નગરપાલિકા દ્વારા તા. ૧૬ ફેબ્રુઆરીથી ૨૨ ફેબ્રુઆરી સુધી આયોજિત સ્વદેશી મેળો (શોપિંગ ફેસ્ટિવલ)નો ભવ્ય શુભારંભ આજે પાટણના પ્રગતિ મેદાન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના વરદહસ્તે કરવામાં આવ્યો હતો.

More Read

રાધનપુર માર્ગ પર બસ અધવચ્ચે બંધ પડતા ટ્રાફિક જામ, મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર.
પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું ગૌરવ..
પી.પી.જી. એકસપરીમેન્ટલ હાઇસ્કુલનો 50મો વાર્ષિકોત્સવ, શુભેચ્છા સન્માન કાર્યક્રમ તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત

આ પ્રસંગે પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું કે, સ્વદેશી મેળો માત્ર વેપારનો અવસર નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર બનાવતું મજબૂત પગલું છે. “સ્વદેશી” શબ્દ માત્ર એક ઉત્પાદન નહીં પરંતુ દેશની મહેનત, કારીગરી, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતિક છે. મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અપનાવી દેશને મજબૂત બનાવવા સંદેશ આપ્યો હતો અને પાટણ નગરપાલિકા તે જ વિચારધારાને આગળ ધપાવી રહી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મેળા દ્વારા સ્થાનિક વેપારીઓ, હસ્તકલાકારો, નાના ઉદ્યોગકારો તથા મહિલા ઉદ્યમીઓને પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવાની ઉત્તમ તક મળશે. સ્થાનિક ખરીદી અને રોજગારીમાં વધારો થવાથી આર્થિક પ્રવાહ મજબૂત બનશે અને પાટણ શહેરની પ્રગતિને નવી દિશા મળશે.

More Read

રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા: વોર્ડ નં. 1માં ગંદકી, ગટર અને ગંદુ પાણીથી રહીશો ત્રસ્ત
ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો; બજારમાં મંદીનો માહોલ
ડભોઇ નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય
ડભોઈ કાળઝાળ ગરમી વચ્ચે લાકડાના કોલા’ના કુદરતી શેરડીના રસની જબરી માંગ

જિલ્લા પંચાયત પ્રમુખએ પાટણના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ સ્વદેશી મેળાની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી દ્વારા સ્વદેશી ભાવનાને મજબૂત બનાવે. “આપણો એક નિર્ણય અનેક પરિવારોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે,” એમ તેમણે જણાવ્યું હતું.

મેળામાં વિવિધ સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા ઉત્પાદનો, ઘરગથ્થુ વસ્તુઓ, પરંપરાગત વાનગીઓ તેમજ દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓના અંદાજે ૫૦ જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર હિરેન ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણા, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સ્વસહાય જૂથોની બહેનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણમાં ફૂડ ફોર્ટિફિકેશન અવેરનેસ વર્કશોપ યોજાયો: ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠાના ઉપયોગ માટે સજાગતા અભિયાન
Next Article ડિજિટલ ક્રોપ સર્વેનું વેરિફિકેશન હવે AI બોટ દ્વારા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

વછરાજ પદયાત્રીઓ માટે સમી વઢીયાર યુવા સેવા સમિતિનો 15 દિવસીય ભવ્ય સેવા કેમ્પ.

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા

ગુજરાત

ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ

ગુજરાત

આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી

ગુજરાત

ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video