Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સમી તાલુકાના રામપુરા ગામમાં સરપંચ સામે ગ્રામજનોની લેખિત અરજી.
ગુજરાત

સમી તાલુકાના રામપુરા ગામમાં સરપંચ સામે ગ્રામજનોની લેખિત અરજી.

Rajeshkumar Jadav
Last updated: March 14, 2026 8:48 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

સમી તાલુકાના રામપુરા ગામમાં સરપંચ સામે ગ્રામજનોની લેખિત અરજી.

બાંધકામ રજાચિઠ્ઠી આપવા ઇનકાર અને ચૂંટણી અદાવત રાખી સરકારી કામ ન કરવાની ધમકી આપ્યાનો આક્ષેપ, તપાસની માંગ ઊઠી..

ગામના અરજદારોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત અરજી કરી યોગ્ય તપાસની માંગ કરી..

 

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ જિલ્લાના સમી તાલુકાના રામપુરા ગામમાં સરપંચ સામે ગામના કેટલાક અરજદારોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત અરજી કરી યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. અરજીમાં સરપંચ દ્વારા ગામલોકોને સરકારી કામગીરીમાં સહકાર ન આપતા હોવાના તેમજ ચૂંટણીની અદાવત રાખી કામ ન કરવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

મળતી માહિતી મુજબ રામપુરા ગામના જુના રામપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર વાસુભાઈ જેસંગભાઈ, રબારી મુકેશભાઈ શીવાભાઈ તથા સંજયભાઈ ઈશ્વરભાઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. અરજદારોના જણાવ્યા મુજબ ગામમાં બાંધકામ કરવા માટે જરૂરી રજાચિઠ્ઠી (પરમિશન) મેળવવા માટે સરપંચ પાસે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે જરૂરી સહી કરવામાં આવતી નથી અને ઇરાદાપૂર્વક કામમાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.

અરજીમાં વધુમાં જણાવાયું છે કે બાંધકામ માટે જરૂરી રજાચિઠ્ઠી મેળવવા અંગે રજૂઆત કરતાં સરપંચે અરજદારોને કહ્યું હતું કે “તમે લોકોએ મને ચૂંટણીમાં મત આપ્યો નથી, તેથી હું તમારું કામ નહીં કરું.” ઉપરાંત “જ્યાં અરજી કરવી હોય ત્યાં કરો, હું સહી નહીં કરું. સરકાર મને એ માટે પગાર આપતી નથી કે તમને સહી કરી આપું” તેમ કહી ધમકી આપવામાં આવી હોવાનું પણ અરજદારો દ્વારા અરજીમાં લગઉં કરવામાં આવ્યું છે.

અરજદારોના જણાવ્યા મુજબ સરપંચે ચૂંટણીની અદાવત રાખી “જે લોકોએ મને મત આપ્યો છે તેમનું જ કામ થશે, બીજાનું નહીં થાય” તેવી પણ વાત કરી હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કારણે ગામમાં અસંતોષનો માહોલ સર્જાયો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

અરજદારોના જણાવ્યા મુજબ ગામના લોકો સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી પ્રક્રિયાઓ માટે સરપંચના સહકાર પર આધાર રાખતા હોય છે. પરંતુ સરપંચ દ્વારા વ્યક્તિગત અને ચૂંટણી સંબંધિત અદાવત રાખી સામાન્ય નાગરિકોના કામમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે બાંધકામ જેવી જરૂરી કામગીરી અટવાઈ રહી હોવાનું પણ અરજદારોનું કહેવું છે.

આ સમગ્ર મામલે અરજદારો દ્વારા સમી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત અરજી આપી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા તેમજ બાંધકામ માટે જરૂરી રજાચિઠ્ઠી આપવામાં આવે તે માટે યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી હોવાનું જણાવ્યુ છે. હાલ આ અરજીને લઈને તાલુકા કક્ષાએ શું પગલાં લેવાશે તે અંગે ગામલોકોમાં ચર્ચા શરૂ થઈ છે.

More Read

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી
ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ડભોઇ માર્ચમાં જ વૈશાખ જેવી ગરમી, બપોરના સમયે હાઇવે અને બજારોમાં લોકડાઉન જેવી સ્થિતિ
ડભોઇ તાલુકાના કરનાળી- પીપળીયા માં રેતીમાફિયા ફરી બેફામ બન્યા:

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઈ તાલુકાના તરસાણામાં પડતર ખેતરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર
Next Article પાટણ: ટુંવડ ખેતરમાં દારૂ ઉતારતાં જ LCBનો દરોડો..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video