સમી-રાધનપુર હાઈવે પર અકસ્માત: ઊભી ઈક્કો કારને રીક્ષા અથડાતા પલ્ટી, બે ઇજાગ્રસ્ત-ટ્રાફિક જામના દ્રશ્યો

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના સમી તાલુકામાં સમી-રાધનપુર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. વરાણા બસ સ્ટેન્ડ નજીક રોડ સાઈડ પર ઉભી રાખવામાં આવેલી ઈક્કો કારને એક રીક્ષા ચાલકે ધડાકાભેર અથડાવતા રીક્ષાએ પલ્ટી મારી દીધી હતી.
અકસ્માતમાં રીક્ષામાં સવાર બે લોકોને નાના-મોટા ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અથડામણના કારણે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
અકસ્મતમાં ઈક્કો કારને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.
સ્થાનિકોએ હાઈવે પર વધતા બેફામ ડ્રાઈવિંગને અકસ્માતોના મુખ્ય કારણ તરીકે ગણાવી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ, રાધનપુર,પાટણ
